વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવી હતી. આ ટ્રેનને શરૂ થયાને વધુ સમય પણ નથી થયો અને આ ટ્રેનનો ભેંસનો સાથે અકસ્માત થઈ ગયો છે. જેને કારણે ટ્રેનને મોટું નુકસાન થયું છે. આ દુર્ઘટના ભેંસોને કારણે સર્જાઈ હોવાને કારણે ભેંસોના માલિક વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ભેંસોના માલિક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
ટ્રેનને નુકસાન થયું તે તંત્રને દેખાયું પણ ભેંસનું શું, તે તંત્રએ ન વિચાર્યુ?
ત્યારે મહત્વની વાત એ છે કે ટ્રેનને તો મોટું નુકસાન થયું છે પરંતુ ભેંસોનું શું? ભેંસોના માલિકને પણ તો નુકસાન થયું છે. ભેંસોના માલિકને વળતર ચૂકવવાની વાત કરવાની તો દુર રહી પરંતુ ભેંસોના માલિકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે. ત્યારે એક પ્રશ્ન અવશ્ય પૂછવાની ઈચ્છા થાય કે જો રખડતા ઢોરને કારણે કોઈ માણસનો જીવ ગયો હોત તો શું જવાબદાર અધિકારી વિરુદ્ધ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા ? ટ્રેનની બદલીમાં કોઈ માનવનો જીવ ગયો હોત શું તંત્ર આવી ત્વરિત કાર્યવાહી કરતી? સદનસીબે આ દુર્ઘટનામાં કોઈનો જીવ નથી ગયો જો ગયો હોત તો તંત્ર આ વાત પર કેટલી સહાનુભૂતિ રાખત તે એક પ્રશ્ન છે.