વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજનીતિમાં કઈક નવું રોજ જોવા મળે છે . અને તમામ પક્ષો જીતવાની પૂરી તૈયારીયો કરી રહ્યા છે. અને દરેક પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. આ વર્ષે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવનારી આમ આદમી પાર્ટીએ તો ઘણી વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગઈકાલે દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. જેમાં રઘુ શર્માએ સોનિયા ગાંધી અને સંગઠનના મહાસચિવ વેણુગોપાલ સાથે મુલાકાત કરીને ઉમેદવારોના નામની ચર્ચા કરી હોવાની માહિતી પણ મળી રહી છે .
પ્રિયંકા ગાંધીએ ચુંટણી પ્રચારની કમાન હાથમાં લીધી !!!!!
દિવાળી બાદ કોંગ્રેસ પ્રચાર શરૂ કરશે. કોંગ્રેસ લાભ પાંચમ બાદ ચૂંટણી પ્રચારની શરૂવાત કરી દેશે. ન્દ્રીય નેતૃત્વ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની ભારતો જોડો યાત્રા પર નીકળ્યા છે. તો આ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની રણનીતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ બંને રાજ્યોમાંથી તેઓ દૂર કેમ રહેશે, જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે. હવે આ ચિંતાનું સમાધાન કદાચ કોંગ્રેસે શોધી કાઢ્યું છે. રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધી આ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે.
પ્રિયંકા ગાંધી કયા આવશે ???
આગામી દિવસોમાં આણંદ ખાતે કોંગ્રેસનું મહિલા સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં પ્રયંકા ગાધી હાજર રહેશે. તો કોંગ્રેસ પાર્ટીના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવી શકે છે.