ચીન સરકારનો આવો તો કેવો નિર્ણય, વિદેશથી આવતા લોકોએ નહીં થવું ક્વોરેન્ટાઈન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-27 10:02:04

ચીનમાં વધતા કોરોના કેસ વાયુ વેગે વધી રહ્યા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનની પરિસ્થિતિને જોતા દુનિયાના દેશોની ચિંતામાં વધારો થયો છે. પરંતુ વધતા કોરોના કેસની વચ્ચે ચીન સરકારે એવો નિર્ણય લીધો છે જેને કારણે આગામી દિવસોમાં ચીનમાં કોરોના એકદમ વધી શકે છે. ચીન સરકારના નવા નિયમો અનુસાર 8 જાન્યુઆરીથી વિદેશથી આવતા લોકોએ ક્વોરેન્ટાઈન થવાનું ફરજિયાત નહીં હોય. માર્ચ 2020માં ચીન સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 


તમામ અંતરરાષ્ટ્રીય ફ્લાઈટને અપાઈ મંજૂરી 

વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ચીન, જાપાન જેવા દેશોમાં કોરોનાની સ્થિતિ એકદમ બગડી રહી છે. ચીનમાં તો લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. એક દિવસમાં 10 લાખ જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. વધતા કોરોના કેસ વચ્ચે ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસીને હળવી કરી છે. ચીન સરકારે કહ્યું છે કે 8 જાન્યુઆરીથી વિદેશથી આવતા લોકોએ ક્વોરેન્ટાઈન નહીં થવું પડે. ઉપરાંત તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને પરવાનગી આપવામાં આવી છે. ત્રણ વર્ષ બાદ તમામ દેશના યાત્રીઓ ચીનમાં જઈ શકશે.


આ નિર્ણયને કારણે વધી શકે છે કોરોના સંક્રમણ

ચીનમાં કોરોના વધવાને કારણે ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી. પરંતુ સ્થાનિકો દ્વારા આ નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોએ રસ્તા પર ઉતરી આ નીતિનો વિરોધ કર્યો હતો ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિના રાજીનામાની માગ પણ કરી હતી. વધતા વિરોધને જોતા ચીન સરકારે નિયમોને હળવા કર્યા. નિયમો હળવા થવાને કારણે કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે વધુ એક નિયમ હળવો કરતા ચીન સરકારે વિદેશથી આવતા લોકો માટે ક્વોરેન્ટાઈન રહેવું મરજીયાત કરી દેવામાં આવ્યું છે. ચીન સરકારના આ નિયમને કારણે કોરોના સંક્રમિતોની સંખ્યામાં હજી પણ વધારો થઈ શકે છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?