PM મોદીના આ ગુજરાત પ્રવાસમાં શું છે ખાસ, જાણો પૂરી વિગત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 15:36:29

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ફરીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. 


29 સપ્ટેમ્બરનો પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ 

29 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે ગુજરાત પહોંચ્યા બાદ સુરતમાં જશે. સુરતમાં 3400 કરોડથી વધુ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, બપોરે 2 કલાકે ભાવનગર ખાતે 5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સાંજે 7 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ રાત્રે 9 વાગ્યે અમદાવાદના GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે. 


30 સપ્ટેમ્બરનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ 

સવારે સાડા દસ કલાકે ગાંધીનગરના રેલવે સ્ટેશન પર ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપશે. ત્યાર બાદ સવારે સાડા અગિયાર કલાકે મેટ્રો રેલ પ્રોજેક્ટ લોકો સમક્ષ ખુલ્લો મૂકશે. પ્રધાનમંત્રી મોદી મેટ્રોમાં મુસાફરી કરશે. પ્રધાનમંત્રી મોદી સાંજે અંબાજીમાં 7200 કરોડથી વધુ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી ગબ્બર તિર્થ ખાતે મહાઆરતીમાં હાજરી આપશે. 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.