રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા માટે 12 વાગ્યાને 29 મિનિટ અને 2 સેકન્ડના મુહૂર્તની શું છે વિશેષતા, કોણે આ અદભૂત શુભ મુહૂર્ત નક્કી કર્યું? જાણો


  • Published By :
  • Published Date : 2024-01-22 12:45:11

રામ નગરી અયોધ્યામાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનું ખાસ શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે એક મિનિટ અને 24 સેકન્ડમાં જ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. કાશીના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત પસંદ કર્યું છે. આ શુભ મુહૂર્ત 12 વાગ્યેને 29 મિનિટ 2 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ 32 સેકન્ડ સુધી છે. આ મુહૂર્તની વિશેષતા શું છે આવો તે જાણીએ.


 


પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્તની શું છે વિશેષતા?


પંચાંગ અને અન્ય શુભ અશુભ યોગને જોતા રામલલાની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા આપવા માટે 22 જાન્યુઆરી 2024, પોષ મહિનાની બારસ તિથિના રોજ અભિજીત મુહૂર્ત, ઈન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન, અને વૃશ્ચિક નવાંશને પસંદ કર્યું છે. આ શુભ મુહૂર્ત દિવસના 12 વાગ્યાને 29 મિનિટ અને 08 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ અને 32 સેકન્ડ સુધી એટલે કે 84 સેકન્ડનું રહેશે. આ સમય સુધીમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. 


તે જ પ્રકારે અયોધ્યામાં ભવ્ય રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન સોમવારે થઈ રહ્યું છે, જેમાં પીએમ મોદી તમામ ધાર્મિક અનુષ્ઠાનોમાં શામેલ થશે. મંગળવારે 23 જાન્યુઆરીના રોજ મંદિર લોકો માટે ખોલવામાં આવશે. મોદી ઉપરાંત દેશ અને વિદેશના શ્રધ્ધાળુંઓ મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચ્યા છે. આ જ કારણે અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.