ગુજરાતમાં ચાલી શું રહ્યું છે, દવાખાનામાં દારુની ડિલિવરી, જાહેરમાં શખ્સ પી રહ્યો છે દારુ? વીડિયો વાયરલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-03 16:10:48

રાજકોટમાં કહેવાતી દારૂબંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. મવડી ચોકડી પાસે પાનની દુકાને એક દારૂડિયો જાહેરમાં દારૂ પી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સવાલ થાય કે દારૂડિયાને પોલીસનો ડર જ નહીં હોય? ગુજરાતમાં દારૂબંધી છે તેનો ડર પણ નહીં હોય.! આ વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસે આ શખ્સની શોધખોળ શરૂ કરી છે. મવડી જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અને પાનની દુકાને જાહેરમાં દારૂની બોટલમાંથી ‘પેગ’ બનાવી દારૂના ઘુટ ભરતો આ શખ્શ કોણ છે તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.. ત્યારે આ બાબતે સ્થાનિકોએ આ દારૂડિયાનો છેલ્લા ઘણા વખતથી ત્રાસ હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તેવા આક્ષેપ કર્યો છે.

આ વીડિયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી!

રાજકોટમાં એક વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે. મવડી ચોકડીએ આવેલ જય ખોડિયાર પાન નામની દુકાને એક શખ્સ દારૂની બોટલ લઈને આવે છે અને જાહેરમાં જ પાનની દુકાને પોતાના નેફામાંથી દારૂની બોટલ કાઢી પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ ભરી અને દારૂ ગટગટાવી રહ્યો છે. જાહેરમાં વિદેશી દારૂ પી રહેલા આ શખ્સનો વીડિયો વાયરલ થતાં પોલીસ દ્વારા હવે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.  એક તરફ દારૂ બંધીની વાતો વચ્ચે આ વીડિયો વાયરલ થયા બાદ જ્યાં આ વીડિયો શુટ થયો તે વિસ્તારમાં તપાસ કરવામાં આવતા આ દારૂડિયા શખ્સનો છેલ્લા ઘણા દિવસથી ત્રાસ હતો અને પાનની દુકાન તેમજ આસપાસના વેપારીઓ આ દરૂડિયાથી પરેશાન થઈ ગયા છે. 



એવી વિગતો પણ સામે આવી કે... 

અને આ બાબતે અનેક વખત પોલીસને પણ જાણ કર્યા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા. આ દારૂડિયાની હિંમત એટલી બધી વધી ગઈ કે તેણે જાહેરમાં દારૂ પી વીડિયોમાં જ જાણે પોલીસને પણ પડકાર ફેંક્યો છે. સિવિલ હોસ્પિટલમાં દવા સાથે દારૂ પણ મળી રહ્યો હોય તેવા બનાવો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ પાસેથી સિકયુરિટીના સ્ટાફે દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈ પ્ર.નગર પોલીસને સોંપવામાં આવ્યો હતો.  જાણવા મળતી વિગત મુજબ, સિવિલ હોસ્પિટલમાં સિકયોરિટી તરીકે ફરજ બજાવતાં એકસ આર્મીમેન એન.પી.રાવલ, કૃષ્ણસિંહ જાડેજા, સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ કામગીરીમાં હતો દરમિયાન સિવિલ હોસ્પિટલનાં ઈમરજન્સી બિલ્ડીંગ સામે એક શખ્સ ઓટો રીક્ષામાંથી શંકાસ્પદ રીતે કોઈ વસ્તુ ઉતારતો હોવાનું નજરે ચડતાં સિકયોરિટીના સ્ટાફે દોડી જઈ તપાસ કરતાં તે શખ્સ રીક્ષામાંથી દેશી દારૂ ભરેલી કોથળી ઉતારતો હોવાનું જાણવા મળ્યું હતું. મહત્વનું છે કે અનેક વખત દારૂબંધીના લીરેલીરા ઉડતા અનેક વીડિયો આપણી સામે આવ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?