TAT-TETનાં ઉમેદવારોની અટકાયત થયા બાદ ગાંધીનગરમાં શું થયું? સાંભળો ધ્રુસકેને ધ્રુસકે રડી પડેલા ઉમેદવારની કહાની...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-19 16:27:06

સમગ્ર ગુજરાતમાં જેની ચર્ચાઓ થઈ રહી છે તે મુદ્દો છે ટેટ ટાટના ઉમેદવારોનો. ગઈકાલે ગાંધીનગર ખાતે TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે વિરોધ પ્રદર્શન કરવાના હતા. જ્ઞાનસહાયક યોજના અંતર્ગત શિક્ષકોની ભરતી કરાર આધારીત કરવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતનો વિરોધ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોની માગ છે કે કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે. 

કરાર આધારીત ભરતી નાબુદ કરવા ઉમેદવારોની માગ  

TET-TATના ઉમેદવારો સરકાર સામે જાણે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. સરકારી નોકરી મેળવવા માટે ઉમેદવારો અનેક વર્ષો સુધી તનતોડ મહેનત કરતા હોય છે. અનેક વર્ષો સ્પાર્ધત્મક પરીક્ષાની તૈયારીઓ પાછળ સમર્પિત કરી દેતા હોય છે. ત્યારે ગુજરાતમાં અનેક વર્ષો બાદ TET-TATની પરીક્ષા લેવાઈ. પરીક્ષા યોજાઈ તેને લઈ ઉમેદવારોમાં આશા જાગી કે હવે તેમને નોકરી મળશે. પરંતુ ભરતી થાય તે પહેલા કરાર આધારીત શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આ જાહેરાતનો વિરોધ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે કરાર આધારીત નોકરી મેળવવા માટે આટલા વર્ષો મહેનત નથી કરી. તેમનું એવું પણ કહેવું છે કે જે શિક્ષકનું પોતાનું ભવિષ્ય સુરક્ષિત નથી, શિક્ષકોને જ પોતાના ભવિષ્યની ચિંતા થતી હોય તેવા શિક્ષકો કેવી રીતે બાળકોને સારૂં શિક્ષણ આપી શકે છે. તેમના ભવિષ્યનું સારી રીતે ઘડતર કેવી રીતે કરી શકે છે. 

જમાવટ સમક્ષ રજૂ કરી ઉમેદવારે પોતાની પીડા 

ગઈકાલે પોતાની માગ સાથે ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવાના હતા પરંતુ સ્થળ પર પહોંચે તે પહેલા જ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી હતી. ઉમેદવારોને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાંથી ઉમેદવારો વીડિયો બનાવી બનાવી પોતાનો અવાજ લોકો સુધી તેમજ સરકાર સુધી પહોંચાડી રહ્યા હતા. ત્યારે સરકાર સુધી ઉમેદવારોની વાત પહોંચે તે માટે અનેક ઉમેદવારોએ જમાવટનો સંપર્ક કર્યો હતો. ત્યારે TET-TATના ઉમેદવારોએ જમાવટ સામે પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. પોતાના સંઘર્ષની કહાની સંભળાવતા સંભળાવતા ઉમેદવાર રડી પડ્યા હતા. ઉમેદવારોની પીડા સરકાર સમજે તેવી તેમની આશા છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?