શું કહે છે Aaj Tak-Axis My Indiaનો Exit Poll? INDIA - NDAને કેટલી મળી શકે છે સિટો? જાણો રાજ્ય વાઈઝ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-01 21:33:27

ચોથી તારીખે લોકસભા બેઠકની ચૂંટણી માટેનું પરિણામ આવવાનું છે.. ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા એક્ઝિટ પોલના આંકડા સામે આવતા હોય છે.. એક્ઝિટ પોલ અલગ અલગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા હોય છે.. એબીપી સી વોટરના આંકડાની વાત કરી ત્યારે હવે Aaj Tak-Axis My Indiaના એક્ઝિટ પોલની વાત કરીએ... રાજ્યવાઈઝની વાત કરીએ તો ઉત્તરાખંડની પાંચ સીટોમાંથી એનડીએને 5 સીટો મળી રહી છે.. જ્યારે હિમાચલ પ્રદેશની ચાર બેઠકોમાંથી એનડીએને ચાર સીટો મળી રહી છે.


કયા રાજ્યમાં કોને મળી શકે છે બેઠક? 

અનેક રાજ્યો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે પરંતુ અનેક રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અલગ અલગ ચૂંટણી લડી હતી. ત્યારે પંજાબની વાત કરીએ તો બીજેપીને 2-4 સીટો મળી શકે છે જ્યારે આમ આદમી પાર્ટીને 0-2 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 07-09 સીટો મળી શકે છે... અન્યને 02-04 સીટો મળી શકે છે..પંજાબની 13 લોકસભા બેઠકો છે.. હરિયાણાની 10 બેઠકોમાંથી એનડીએને 6-8 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 02-04 સીટો મળવાની સંભાવના છે.. 



દિલ્હીમાં આમ તો આમ આદમી પાર્ટીની સરકાર છે પરંતુ ત્યાંના પરિણામ એકદમ અલગ છે.. દિલ્હીની સાત બેઠકોમાંથી 6-7 બેઠકો એનડીએને આપી છે...ગોવામાં એનડીએને એક બેઠક જ્યારે ઈન્ડિયાને પણ એક બેઠક મળી શકે છે... 25 બેઠકો વાળા રાજસ્થાનમાં એનડીએને 16-19 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 5-7 બેઠકો મળી શકે છે.., અન્યને 01-02 બેઠકો મળી શકે છે.. 29 બેઠકો વાળા મધ્યપ્રદેશની વાત કરીએ તો એનડીએને 28-29 બેઠકો મળી શકે છે. તે સિવાય ગુજરાતની 26 બેઠકોમાંથી એનડીએને 25-26 બેઠકો મળી શકે છે...


તે સિવાય આસામની વાત કરીએ તો કોંગેસને 02-04 બેઠકો મળી શકે છે. એનડીએને 9-11 બેઠકો મળી શકે છે.. છત્તીસગઢની વાત કરીએ તો એનડીએને 10-11 બેઠકો મળી શકે છે.. ઈન્ડિયાને 01 સીટ મળી શકે છે.. ઝારખંડની વાત કરીએ તો એનડીએને 8-10 બેઠક મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 4-6 બેઠકો મળી શકે છે.. બિહારની વાત કરીએ તો એનડીએને 29-33 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયાને 7-10 બેઠકો મળ શકે છે.. 



કેરળાની વાત કરીએ તો એનડીએને 2-3 સીટો મળી શકે છે જ્યારે યુડીએફને 17-18 બેઠકો મળી શકે છે જ્યારે એલડીએફને1 બેઠક મળી શકે છે. તે સિવાય કર્ણાટકની વાત કરીએ તો એનડીએને 23-25 સીટો મળી શકે છે જ્યારે એનડીએને 3-5 સીટો મળી શકે છે.. તમિલનાડુની વતા કરીએ તો એનડીએને 2-4 બેઠકો મળી શકે છે. AIADMIK+ને 2 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 33-37 બેઠકો મળી શકે છે.. મણિપુરની બે સીટોમાંથી એક સીટ અન્યને જઈ રહી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...