અમદાવાદ સહિત રાજ્ય ભરમાં છેલ્લા બે દિવસથી ધીરે ધીરે ઠંડી પ્રસરી રહી છે થોડા ઠંડા પવનોનું જોર વધ્યું છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 1થી 3 ડિગ્રી ઘટ્યું છે એટલે ઠંડકમાં સામાન્ય વધારો થયો છે.ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.8 ડિગ્રી ગગડીને 22.4 ડિગ્રી નોંધાયું હતું.
દિવસ દરમિયાન ઠંડકની અનુભૂતિ થાય છે. આમ તો ઘરમાં ઠંડક અને બહાર ગરમી હોય છે.ઠંડા પવનની અસરથી અમદાવાદ સહિત છ શહેરોમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીમાં સામાન્ય વધારો થયો હતો. નલિયામાં સૌથી વધુ 21 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી !!
હવામાન વિભાગે સતાવાર જાહેરાત કરી દીધી છે કે હવે રાજ્યમાં ચોમાસાની વિદાઇ થઈ ચૂકી છે. અને હવે રાજ્ય ભરમાં ઠંડીની શરૂવાત થઈ ચૂકી છે. ધીરે ધીરે દિવાળી સુધી તો રાજ્યમાં શિયાળો બેસી જશે. અને આ ચોમાસાની સિઝનમાં, રાજ્યમાં સરેરાશ કુલ 811 મીમી (96.65 ટકા) વરસાદ નોંધાયો હતો. જો કે, પાછલા ત્રણ વર્ષની સરખામણી કરીએ તો, તે વર્ષના આ સમય દરમિયાન નોંધાયેલો સૌથી ઓછો છે.