ચૂંટણી સમયે સૌથી વધારે કોઈ મુદ્દાની ચર્ચા થઈ તો તે હતી ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતો વિવાદ.. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જે બાદ વિવાદ છેડાઈ ગયો.. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી..આ બધા વચ્ચે ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ અને પરિણામ પણ આવી જશે.. આ બધા વચ્ચે દીલીપ સંઘાણીના જન્મદિવસ નિમીત્તે રાખવામાં આવેલા કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું..
ક્ષત્રિય સમાજના લોકોમાં જોવા મળ્યો હતો ભારે રોષ
ગુજરાતમાં લોકસભા બેઠક માટે ચૂંટણી પૂર્ણ થઈ... મતદાન વખતે અનેક મુદ્દાઓ ઉઠતા હોય છે પરંતુ આ વખતની ચૂંટણી રાજકોટ લોકસભા બેઠકની આસપાસ જોવા મળી... આ બેઠક ચર્ચામાં એટલા માટે રહી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું તેના કારણે... જેને કારણે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજની માગ હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પરષોત્તમ રૂપાલા માટે કહી આ વાત...
આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું, ચૂંટણી પૂર્ણ થઈ અને ચોથી તારીખે પરિણામ પણ આવી જશે.. આ બધા વચ્ચે નીતિન પટેલ દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. નીતિન પટેલે પરષોત્તમ રૂપાલાના વખાણ કર્યા હતા.. નીતિન પટેલે કહ્યું કે પરષોત્તમ રૂપાલાને અભિનંદન આપીએ છીએ, શેના અભિનંદન આપ્યા તે પણ તમને કહી દઉં.. મોટા મોટા યોગી, મોટા મોટા સાધક, એમનું તપ કરતા, સાધના કરતા હોય, અને એમાં જો કોઈ સહેજ distrurb થાયને તો બધાનો યોગ પણ છૂટી જાય અને તપ પણ છૂટી જાય..
પરષોત્તમ રૂપાલાની સહનશીલતાના કર્યા વખાણ!
પણ રૂપાલાજીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે એમણે જે સહનશીલતા રાખી, જે મન ઉપર કાબુ રાખ્યો, આ બધા મોટા મોટા બાબાઓ આપણને એમ કહે છે કે મન ઉપર કાબુ રાખો, વિચાર કાબુમાં રાખો.. પણ સમય આવે તે આવું નથી કરી શકતા.. પણ રૂપાલાજી નથી સાધુ, નથી રૂપાલાજી યોગી, પણ રૂપાલાજીએ એક યોગીને અને સાધકને પણ શીખવાડે એવી શાંતિ જે આ ચૂંટણી દરમિયાન જે એમના ઉપર આરોપ થયા, જે આંદોલન થયા, જે રેલીઓ નીકળી, બધુ થયું, આખી દુનિયાએ જોયું પણ રૂપાલાજી, અમરેલીના પાણીને મારે અભિનંદન આપવા છે.. તમે બધા શાંત મગજના ચોક્ક, હશો. તમે બધા શાંત જ છો બધા.... અમારા બાજુના કંઈ હોત તો કદાચ જુદું હોત.. અમે આટલું મનને કંટ્રોલ ના કરી શકીએ.. પણ રૂપાલાજીએ જે કંટ્રોલ કર્યું, એ કંટ્રોલ તો હું એમ કહું એક રાજકારણીને પણ, એક યોગી કરતા ઉપર જાય એ કક્ષાનો એમણે જે મન ઉપર કંટ્રોલ, કાબુ રાખ્યો છેએ બદલ એમને અભિનંદન આપું છું. તે સિવાય પણ તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પરષોત્તમ રૂપાલાની સહનશીલતાના જાણે નીતિન પટેલે વખાણ કર્યા હોય તેવું લાગ્યું..