બિહારના CM નિતીશ કુમારે રાજ્યના શિયાળું સત્રના બીજા દિવસે આર્થિક સામાજીક સર્વેનો રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. પ્રદેશમાં 75 ટકા અનામત અમલી કરવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજ્યમાં વસ્તી વૃધ્ધીની ચર્ચા થઈ હતી, સીએમ નિતીશ કુમારે વસ્તી વૃધ્ધીને રોકવા માટે મહિલાઓના શિક્ષણ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે જો મહિલાઓ શિક્ષિત હશે તો ચોક્કસપણે જન્મદરમાં ઘટાડો આવશે જો કે તેમણે સ્રી-પુરૂષના શારિરીક સંબંધો અંગે જે બફાટ કર્યો તે સમગ્ર રાજ્ય અને દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.
#WATCH | Patna: "...Whatever he was saying he could have said it with dignity. He is insensitive & he does not respect women...," says Nikki Hembrom Member of Legislative Assembly, Bihar https://t.co/JVv4TDKouv pic.twitter.com/QRrKpxAWCo
— ANI (@ANI) November 7, 2023
નિતીશ કુમારે શું બફાટ કર્યો?
#WATCH | Patna: "...Whatever he was saying he could have said it with dignity. He is insensitive & he does not respect women...," says Nikki Hembrom Member of Legislative Assembly, Bihar https://t.co/JVv4TDKouv pic.twitter.com/QRrKpxAWCo
— ANI (@ANI) November 7, 2023સીએમ નીતીશ કુમાર સમજાવવા માંગતા હતા કે જો છોકરીઓ શિક્ષિત થશે તો વસ્તી આપોઆપ ઘટશે. પરંતુ આ માટે તેઓએ સમગ્ર સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઈ જતી હતી, જ્યારે હવે મહિલાઓ શિક્ષિત છે, તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં અલગ રીતે વર્તે છે. નીતીશ કુમારે આ સમગ્ર પ્રક્રિયાને જે સરળતા સાથે વર્ણવી છે તે લેખિતમાં વર્ણવી યોગ્ય નથી. નીતીશ કુમારે કહ્યું હતું કે જ્યારે તેમણે સત્તા સંભાળી ત્યારે વસ્તી વૃદ્ધિ દર 4.3 ટકા હતો પરંતુ કન્યા શિક્ષણમાં સુધારાને કારણે તે ઘટીને 2.9 ટકા થઈ ગયો છે. જ્યારે નીતીશ કુમાર તેમના અભિવ્યક્તિઓ સાથે આ બધું કહી રહ્યા હતા, ત્યારે તેમના મંત્રીમંડળના સાથીદારો પણ દંગ રહી ગયા હતા. કેટલાકે એકબીજા સામે જોઈને હસતા-હસતા મોંઢું છુપાવી રહ્યા હતા.