ગુજરાતની અનેક એવી લોકસભા બેઠકો હતી જે ચર્ચામાં રહી.. તે પછી રાજકોટ હોય કે પછી બનાસકાંઠા હોય... ભરૂચ હોય કે પછી વલસાડની બેઠક હોય... ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે આ બેઠકોની ચર્ચા થતી.. બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા એટલા માટે પણ થતી કારણ કે બંને પાર્ટીએ આ બેઠક પર મહિલાઓને ટિકીટ આપી હતી.. ગેનીબેન ઠાકોર અનેક વખત પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.
શું કહ્યું ગેનીબેન ઠાકોરે?
ગેનીબેન ઠાકોરે આ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે સમાજે વોટ અને નોટ બંને આપ્યા છે . મારા કરવા કરતા સમાજે મારી માટે ઘણું કર્યું છે. જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ગેનીબેને કહ્યું હતું કે , સમાજે જે પાઘડી બાંધી તેની લાજ નઈ જવા દઉં. આ સાથે જ ગેનીબેને સમાજનો પોતાના ઉપરનો ઋણ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી દરમ્યાન ૪૦૦ સભાઓ થયી હજી પણ તાકાત અને પાવર છે . આ તાકાત પોતાની નથી પણ સમાજની છે. અને ઠાકોર સમાજને આત્મનિર્ભર બનાવવાની હાંકલ પણ તેમણે કરી હતી.
બનાસકાંઠામાં બંને મહિલા ઉમેદવાર હતા સામ સામે
મહત્વનું છે કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે માહોલ બનાવ્યો હતો તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ભારતીય જનતા પાર્ટીએ ડો. રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા.. બનાસકાંઠાના ઉમેદવારનો પ્રચાર કરવા માટે બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. પીએમ મોદીએ બનાસકાંઠામાં જનસભાને સંબોધી હતી તો પ્રિયંકા ગાંધીએ પણ બનાસકાંઠામાં જનસભાને સંબોધી હતી. ત્યારે જોવું રહ્યું ચોથી જૂને કોની જીત થાય છે?