ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે... રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે... આજે કોંગ્રેસનો પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે હતા, ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા માટે અમિત શાહ સભાઓને સંબોધી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ ગુજરાત આવેલા છે.. ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવા ઉમેદવાર છે ત્યારે ભરૂચમાં ચૈતર વસાવાના સમર્થનમાં સંજયસિંહ આવ્યા હતા.. સંજયસિંહે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે...
પાર્ટીના દિગ્ગજ નેતાઓનો ગુજરાતમાં જમાવડો
સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે... જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ રાજનેતાઓની જંગ જનસભાઓના વીડિયો આપણી સામે આવશે... ઉમેદવારોની તેમજ પાર્ટની પ્રશંસા થશે અને વિપક્ષ પર પ્રહાર કરાશે... ગુજરાતની તમામ બેઠકો પર પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓને ગજવી રહ્યા છે અને મતદાતાઓને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે.. ભાજપે આ બેઠક પરથી મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે.
ભાજપ પર પ્રહાર કરતા સંજયસિંહે કહ્યું કે....
ચૈતર વસાવા અને મનસુખ વસાવા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ચૈતર વસાવાનો પ્રચાર કરવા માટે આપના રાજ્ય સભા સાંસદ સંજયસિંહ ગુજરાત આવ્યા હતા.. જનસભાને સંબોધી ઉપરાંત ભાજપ પર પ્રહાર કર્યા હતા.. તેમણે કહ્યું કે ભરૂચના લોકો 35 વર્ષના ભાજપના શાસનથી અત્યંત નારાજ છે. જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવાની જગ્યાએ તેમણે લોકોને હંમેશા ભ્રમિત કરવાનું કામ કર્યું છે.... આ બેઠક પર બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે...