ચૂંટણીપંચએ શું કર્યો ફેરફાર અને શું છે નવા નિયમો ?
મફતના વાયદાથી કંટાળેલા ચૂંટણી પંચે હવે કડક પગલા લેવાની શરૂઆત કરી દીધી છે. હવે કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા જે કઈ પણ જાહેરાત કરવામાં આવશે તેની પછાળનો ખર્ચ અને તેની નાણાકીય માહિતી આપવાની રહશે. માત્ર જાહેરાતો કરી દેવાથી કામ નહી ચાલે. અને ચૂંટણી ઢંઢેરામાં તાર્કિક, વ્યવહારીક અને જે યોજના ધરાતલ પર ઉતારી શકાય તેમ હોય તેની જ જાહેરાત કરે.
કોને કરી બેઠકો
મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર અને અનુપચંદ્ર પાંડેની આગેવાનીમાં આયોજીત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ચુંટણીમાં જે ઢંઢેર અને પ્રચારમાં જે જાહેરાત કરી હોય તે વાસ્તવિક અને તાર્કિક હોવી જોઈએ તેવીજ યોજના પાર્ટી જાહેર કરવા રહશે. જેથી હવે નાણામંત્રાલય, ભારતીય રિઝર્વ બેંક, એફઆરબીએમ, સીએજી વગેરેની ગાઇડલાઇન પર આધારિત હોવી જોઇએ.
કોઇ જાહેરાત પાછળ થનારો ખર્ચ ક્યાંથી આવશે તેનો હિસાબ આપવો પડશે.
ચુંટણી પંચ દ્વારા આચારસાહિતામાં પણ અનેક સ્થાળૉએ પરિવર્ત કરવામાં આવ્યા છે. કલમ 3ના પ્રાવધાન અને 8 એમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.જેના કારણે દરેક પક્ષએ ચુંટણી ચૂંટણી ઢંઢેરામાં પોતાની યોજનાઓ અંગે જણાવવાની સાથે સાથે તે યોજના કઇ રીતે લાગુ થશે અને નાણા ક્યાંથી આવશે તેનો હિસાબ પણ આપવો પડશે. ઉપરાંત દરેક પક્ષે ચુંટણી ઢંઢેરો જાહેર કરવો પડસે.
મતદારોને થશે ફાયદો ?
ચુંટણી પંચના અનુસાર મતદારો રાજનીતિક પક્ષ વચ્ચે પારદર્શિતા વધશે. રાજનીત પક્ષ આ દિશામાં ગંભારતાથી વિચારણા કરશે. અને મતદારો વિચારધારાવાળી પાર્ટીને પસંદ કરવાનો મોકો મળશે.