ગુજરાત વિધાનસભા ચૂંટણી થોડા જ સમયમાં જાહેર થશે તેવામાં ટિકિટ લેવા માટે ભાજપની બેઠકો પર પડાપડી થઈ હતી અને જોરદાર રેસ જામી હતી. આ અંગે સી.આર.પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં મોટુ નિવેદન આપ્યું છે. તેમણે ભાજપમાં એકતા છે અને તમામ કાર્યકર્તાઓ માત્ર સેવા કરવાના ઈરાદાથી કાર્યરત છે એમ જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે જયનારાયણ વ્યાસ અને અશોક ગેહલોતની શુભેચ્છા મુલાકાત હતી એમ પણ જણાવ્યું હતું.
શું કહ્યું c r પાટિલે ???
સી આર પાટિલે પોતાના કાર્યકર્તાઓ માટે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ છે. ટિકિટ માગવાથી એ લોકો જૂથમાં છે એવું અનુમાન લગાવી ન લેવાય. ટિકિટ માગવો તેમનો અધિકાર છે અને ભાજપમાં જેવી રીતે સંખ્યાબદ્ધ કાર્યકર્તાઓએ ટિકિટ માગી છે. એ બધા કાર્યકર્તાઓ ચૂંટણી જીતવા માટે સક્ષમ છે. જે પાર્ટીની જીતવાની તક ઉજળી હોય ત્યાં સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓ આવતા હોય છે. અમે તેમને આવકારીએ છીએ. સી.આર.પાટીલે વધુમાં કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેવી રીતે ટિકિટ લેવા પડાપડી થઈ હતી. અને 9 હજાર ટિકિટો સામે 2 લાખ કાર્યકર્તાઓ આવ્યા હતા. તેમ છતા અમે જંગી જીત મેળવી હતી.
વધુમાં સી આર પાટીલે કહ્યું છે ભાજપના નેતાઓ બેઠક બદલી દાવેદારી નોંધાવતા હોય છે તે ક્યાંથી ચૂંટણી લડશે એ મુદ્દે પણ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બેઠક બદલીને દાવેદારી નોંધાવતા ભાજપના નેતાઓ ચૂંટણી ક્યાંથી લડશે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ નક્કી કરશે.