ચૂંટણીમાં EVMના શું ફાયદા? થપ્પા મારવાની સિસ્ટમ અને EVMમાં શું ફર્ક ?


  • Published By :
  • Published Date : 2022-11-08 13:49:58

ચૂંટણીમાં વર્ષોથી થપ્પા મારવાની સિસ્ટમ ચાલતી હતી પણ હવે થપ્પા મારવાની સિસ્ટમ જૂની થઇ છે  અને તેનું સ્થાન ઈવીએમ મશીને લઇ લીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ મશીનનો ઉપયોગ થાય છે.પણ તમને એ સવાલ મનમાં થતો હશે કે આ મશીન વીજળી ના હોય તો કેવી રીતે કામ કરે ? તો તમને જણાવી દઈએ કે આ મશીનને વીજળીની જરૂર પડતી નથી કારણે કે આ મશીન 7.5 વોલ્ટના આલ્કલાઈન પાવર પેકથી ચાલે છે. જેથી, વીજળીનું જોડાણ ન હોય એવા વિસ્તારમાં પણ ઈવીએમનો ઉપયોગ કરી શકાય છે 


30 મિનિટમાં માંડ 150 મત જ નોંધાઈ શકે !

જયારે થપ્પા મારવાની સિસ્ટમ હતી ત્યારે ઘણી વાર એવા કિસ્સાઓ સામે આવતા કે તોફાની લોકો દ્વારા બોગસ મતો નાખી દેવામાં આવતા પરંતુ EVM પ્રોગ્રામ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે, EVM એક મિનિટમાં માત્ર પાંચ જ મત નોંધી શકે છે.કોઈ મતદાન મથકે ફાળવેલ એક હજાર જેટલા મતપત્રો તેમની વચ્ચે વહેંચી શકે છે અને તેમાં સિક્કા લગાવી શકે,અને મતપેટીમાં નાખી શકે અને પોલીસ આવે તે પહેલા ભાગી જય શકે છે પણ ઇવીએમમાં અડધા કલાકમાં માત્ર 150 મત જ નોંધી શકે છે તથા જો મતદાન અધિકારી દ્વારા ક્લોજ઼ બટન દેવાય તો પણ મત નોંધાતા નથી 


EVM કેવી રીતે સીલ થતા હોય છે ?

EVM યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તે માટે મતદાન પહેલા મોકપોલ રાખવામાં આવતા હોય છે જેની સીધી દેખરેખ પ્રમુખ મતદાન અધિકારી કરતા હોય છે મોકપોલ કાર્ય બાદ મતદાન મથક ખાતે તેને કુલ 4 પ્રકારે સીલ કરવામાં આવે છે.તથા મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી કેન્દ્ર પરિસરમાં આવેલા સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ લઇ જવામાં આવે છે 

 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...