કેટલી કરુણાથી ભરેલી તસવીર! MPમાં કેમ પોતાની જમીન માટે જમીન પર આળોટવુ પડ્યું જગતના તાતને? જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-18 16:36:29

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભાઈ આળોટી રહ્યા છે.. વીડિયો જોતા લાગશે કે ખેડૂતે કોઈ બાધા રાખી હશે અને તેને પૂરી કરવા માટે આળોટી રહ્યા છે.. જો તમે આવું વિચારતા હોય તો તમે ખોટા છો.. આ વીડિયો મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાનો છે જ્યાં ખેડૂત કલેક્ટર કચેરીમાં આળોટી રહ્યા છે.. ખેડૂતનું નામ છે શંકરલાલ પાટીદાર. 

કલેક્ટર કચેરીમાં ખેડૂત આળોટ્યા!

આખી ઘટનાની વાત કરીએ તો ખેડૂત શંકરલાલ પાટીદારે પોતાની જમીન પરત મેળવવા માટે કલેક્ટર કચેરીમાં જાહેર સુનાવણીમાં 25 વખત અરજી કરી હતી, પરંતુ સુનાવણી ન થતાં તેમણે કલેક્ટરને ધ્યાન જાય એટલે આ રીતે જમીન પર ઢસડાઈને ગયા ને પછી તેણે ફરીથી કલેક્ટરને અરજી કરી. ખેડૂતનું આ રીતે જવું એ જોઈને એની ચર્ચાએ સમગ્ર કલેક્ટર કચેરીમાં હલચલ મચાવી દીધી હતી. તમે એ વીડિયો જુઓ પછી વાત કરીએ કે કેમ આ ખેડૂતે એવું કરવું પડ્યું!



ખેડૂતે આપી આત્મહત્યા કરવાની ચીમકી 

ખેડૂત શંકરલાલ પાટીદાર કહે છે કે તેમની પાસે સુરખેડામાં લગભગ 1.76 એટલે કે નવ વીઘા જમીન છે. કલેક્ટર કચેરીમાં તૈનાત બાબુ નારાયણ દેશમુખના પુત્ર અશ્વિન દેશમુખે આ જમીન પોતાના નામે કરાવી છે. તેઓ 14 વર્ષથી પોતાની જમીન પરત લેવા માટે લડી રહ્યા છે, પરંતુ કોઈ તેમને સાથ નથી આપી રહ્યું.દેશમુખ દરરોજ ગુંડાઓ અને બદમાશો દ્વારા તેની જમીન પર કબજો કરવા માંગે છે. સાથે જ શંકરલાલે આત્મહત્યાની ચીમકી પણ આપી 



રાજ્ય બદલાય છે પરિસ્થિતિ નથી બદલાતી!

અધિકારીઓનું કહેવું છે કે હાલમાં માફિયાઓએ શંકરલાલની જમીન પર કબજો જમાવ્યો હોય તેવી કોઈ ઘટના સામે આવી નથી. સમગ્ર અરજીની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલો જમીન ખરીદી સાથે જોડાયેલો છે. અશ્વિન દેશમુખે 2010માં જમીન ખરીદી હતી. આ સમાચાર એટલા માટે આપના સુધી પહોંચાડવાનો ઉદ્દેશ એટલો જ હતો કે ગુજરાત હોય કે બીજું રાજ્ય હોય ખેડૂતોની સ્થિતી દયનિય જ છે.. તેમની પરેશાની ઓછું થવાનું નામ જ નથી લેતી તેવું લાગે...  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?