WFIના અધ્યક્ષ પદની ચૂંટણી પર પંજાબ-હરિયાણા હાઈકોર્ટે લગાવ્યો સ્ટે, આવતી કાલે થવાનું હતું મતદાન


  • Published By :
  • Published Date : 2023-08-11 17:59:26

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ પદની ચૂંટણી પર સ્ટે લગાવી દીધો છે. આ ચૂંટણી આવતી કાલે શનિવારે 12 ઓગસ્ટના રોજ યોજાવાની હતી. WFI ના અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઘણા મહિનાથી મોડું થઈ રહ્યું છે. હવે છેલ્લે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્ટે લગાવી દેતા  WFIનું ભાવી અધ્ધરતાલ બન્યું છે.WFIના પૂર્વ ચીફ અને બીજેપી સાંસદ વૃજભૂષણ શરણ સિંહ સામે પહેલવાન વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના અનેક ખેલાડીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. WFI ના અધ્યક્ષની રેસમાં કોમન વેલ્થ ગેમ્સ 2010ની ચેમ્પીયન અનીતા શ્યોરણ અને કુસ્તી મહાસંઘના પૂર્વ ચીફ વૃજ ભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ વચ્ચે સીધો મુકાબલો છે.


કોણ છે મેદાનમાં?


WFI ના અધ્યક્ષ પદની ચૂંટણી  માટે 3 અગ્રણી ઉપાધ્યક્ષ, 6 ઉપાધ્યક્ષ, 3 મહાસચિવ, 2 ખજાનચી, સંયુક્ત સચિવ અને 9 ઉમેદવાર કાર્યકારી સભ્ય પદ માટે મેદાનમાં છે. 15 હોદ્દા માટે 30 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. અધ્યક્ષ પર પર એક મહિલાએ પણ ઉમેદવારી નોંધાવી છે. વૃજભૂષણ શરણ સિંહ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે કેમ કે તેમણે 12 વર્ષ પૂરા કરી લીધા છે. કુસ્તી મહાસંઘ માટે રાષ્ટ્રિય ખેલ સંહિતા અનુસાર મહત્તમ સમય મર્યાદાને વૃજભૂષણ પાર કરી લીધી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?