દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણા ચાલુ છે. આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ વિપક્ષી નેતાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. કુસ્તીબાજો WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના સાંસદ અને WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે હું અયોધ્યામાં મોટો થયો છું. હું સંતોની વચ્ચે રહ્યો છું. આ દેશ જંતર-મંતર પરથી નહીં, સુપ્રીમ કોર્ટથી ચાલશે, બંધારણથી ચાલશે.
VIDEO | WFI Chief Brij Bhushan Sharan Singh on the protests against him by the wrestlers at Jantar Mantar in Delhi. pic.twitter.com/9yUFv23SYe
— Press Trust of India (@PTI_News) April 29, 2023
'દેશ બંધારણથી ચાલશે, જંતર-મંતરથી નહીં'
VIDEO | WFI Chief Brij Bhushan Sharan Singh on the protests against him by the wrestlers at Jantar Mantar in Delhi. pic.twitter.com/9yUFv23SYe
— Press Trust of India (@PTI_News) April 29, 2023મીડિયા સાથે વાત કરતા WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, 'મેં પહેલા જ કહ્યું હતું કે હું કંઈ જ કહીશ નહીં. હું અયોધ્યામાં મોટો થયો છું, મારું બાળપણ અયોધ્યામાં જ વીત્યું છે. તમે મારા વિશે સંતોને પૂછી શકો છો. જેમ સંતોએ કહ્યું છે કે આ દેશ બંધારણથી ચાલશે, દેશ સુપ્રીમ કોર્ટથી ચાલશે... જંતર-મંતરથી નહીં ચાલે.
'હું રાજીનામું આપવા તૈયાર છું'
જંતર-મંતર પર કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે ત્યારથી બ્રિજભૂષણ સિંહે ખુલીને કશું કહ્યું નથી. આજે પણ તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે આ મુદ્દે હું કંઈ પણ બોલવા માંગતો નથી. ગઈકાલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર તેમની સામે FIR નોંધવામાં આવી છે. આમાં POCSO એક્ટ પણ સામેલ છે. તેણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જો કુસ્તીબાજો મારા રાજીનામાથી સંતુષ્ટ છે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.