ઉનાળાની કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, હવામાન નિષ્ણાતોએ આપી આ ગંભીર ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-03-29 15:27:19

કવિ દલપતરામે તેમના કાવ્યમાં ઉનાળાનું બહું જ સુંદર વર્ણન આ રીતે કર્યું છે .

      

 ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;

 પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.

 સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;

 બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ. 


આ વર્ષનો ઉનાળો દઝાડનારો રહેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે હવે હવામાન નિષ્ણાતોએ પણ આગામી મહિનાઓમાં ભારત, પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં તીવ્ર હીટવેવની ચેતવણી આપી છે. ગયા વર્ષે એપ્રિલમાં જ પ્રદેશના કેટલાક ભાગોમાં તાપમાન 40 થી 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ગ્લોબલ વોર્મિંગને કારણે, હીટવેવ દર વર્ષે વધુ ગંભીર બની રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવે છે. 


'વેટ-બલ્બ ટેમ્પરેચર'ની ચેતવણી


MEER.org,ના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર પીટર ડાયન્સએ તેમના ટ્વીટમાં લખ્યું, 'આ વર્ષે ઉનાળો ભારતને માનવ અસ્તિત્વની મર્યાદા સુધી ધકેલી શકે છે. ભારતમાં ફેબ્રુઆરીમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ સર્જાયા બાદ આગામી સપ્તાહોમાં તાપમાનમાં વધારો થવાની ધારણા છે. પીટર ભલે ભારતનો ઉલ્લેખ કરી રહ્યો હોય, પરંતુ તેમની ચેતવણી ભારતના પડોશી દેશો સહિત સમગ્ર ક્ષેત્રને લાગુ પડે છે. તેમણે લખ્યું કે "જો વૈશ્વિક તાપમાન સતત વધતું રહેશે તો આ પ્રદેશમાં વેટ-બલ્બ (wet-bulb)નું ગંભીર જોખમ છે." અત્રે ઉલ્લેખનિય છે કે ગરમી અને ભેજની ચરમસીમા કે જેનાથી આગળ માણસો ઊંચા તાપમાનને સહન કરી શકતા નથી તેને 'વેટ-બલ્બ ટેમ્પરેચર' કહેવાય છે.


નકશામાં જુઓ ક્યાં છે ગરમીનો પ્રકોપ


પીટરે ગરમીની તીવ્રતા બતાવવા માટે એક નકશો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં દક્ષિણ-પશ્ચિમ ભારતનો મોટો ભાગ ભયંકર ગરમીની ઝપેટમાં આવી શકે છે. પાકિસ્તાનનો પૂર્વ ભાગ અને કરાચી, લારખાના, મુલતાન જેવા શહેરો પણ ગરમીથી બચી શકશે નહીં. પાકિસ્તાનના અખબાર ડૉનના સમાચાર અનુસાર, દેશ 'પાણીની તીવ્ર અછત' તરફ આગળ વધી રહ્યો છે. આની સૌથી મોટી અસર પાકિસ્તાનની ખેતી પર પડશે, જે ગયા વર્ષે આવેલા પૂરના કારણે પહેલેાથી જ સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?