બિપોરજોય ચક્રવાતના પગલે વેસ્ટર્ન રેલવેની 100 ટ્રેનો ટ્રેનો રદ્દ, 40ને શોર્ટ ટર્મિનેટ અને અન્ય 40 ટ્રેન શોર્ટ ઓરિજિનેટ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-06-16 20:36:50

ગુજરાત પર ત્રાટકેલુ વિનાશક બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરે ટકરાયું હતુ હવે આ ચક્રવાત રાજસ્થાન તરફ ફંટાયું છે. આ વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનોને વ્યાપક અસર થઈ છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ગુજરાત સેક્ટર પર લગભગ 180 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યું કે, આજે વધુ બે ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે એક ટ્રેનનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, તો બે ટ્રેનોને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે. 


કેટલીક ટ્રેનો રદ્દ તો અન્યને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરાઈ


પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ 100 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. 40ને શોર્ટ ટર્મિનેટ અને અન્ય 40 ટ્રેનનો શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે. મુસાફરોને નિયમ અનુસાર ટિકિટનું રિફંડ આપવામાં આવશે. રદ્દ થયેલી ટ્રેનોમાં 16 જૂનના રોજની પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન, તે ઉપરાંત શ્રી માતા વૈષ્ણેદેવી-કટરા અને ગાંધીધામ વચ્ચે દોડતી સર્વોદર એક્સપ્રેસ (12474) ટ્રેનને અમદાવાદમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. જ્યારે ભૂજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન (09456), જે પહેલા રદ્દ કરવામાં આવી હતી, તે ગાંધીધામથી શૉર્ટ ઓરિજિનેટ થશે. જ્યારે સર્વોદય એક્સપ્રેસ (12473) હવે શનિવારે 17 જૂનના રોજ અમદાવાદથી શોર્ટ ઓરિજિનેટ થશે. તે જ રીતે 17મી તારીખ શનિવારની વાત કરીએ તો, ટ્રેન નંબર 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ટ્રેન ગાંધીધામની જગ્યાએ અમદાવાદથી ઉપડશે. આ ટ્રેન ગાંધીધામથી અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...