વિશ્વમાં 6G ઇન્ટરનેટની તડામાર તૈયારી અને ભારત


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-25 15:38:58

વિશ્વભરમાં મોટી મોટી કંપનીઓ વચ્ચે 6G ઈન્ટરનેટને લઇને જોરદાર સ્પર્ધા ચાલી રહી  છે .  આવનારા સમયમાં હવે એ ભૂતકાળ બનશે કે આપણું કોઈ વેબપેજ લોડ થવામાં વાર લે , વિડિઓ અટકી જાય , કન્ટેન્ટ ડાઉનલોડ થવામાં વાર લાગે . કેમ કે 6G ન માત્ર જોરદાર સ્પીડવાળું ઈન્ટરનેટ આપશે પરંતુ હોલોગ્રાફીક સંવાદ અને રીયલ ટાઈમ એઆઈ આસિસ્ટન્સ  આપણને ઉપલબ્ધ કરાવશે . ચાઇના હાલમાં આ 6G ઇન્ટરનેટની ક્રાંતિને લઇને આગળ છે તો ભારતમાં પણ આ ક્ષેત્રે પ્રયાસો ચાલુ છે . વિશ્વમાં હવે 6g ઈન્ટરનેટને લઇને વિવિધ દેશો અને ટેક જાયન્ટ વચ્ચે જોરદાર સ્પર્ધા શરુ થઇ ચુકી છે. સમજીએ કે આ 6g છે શું? ઉદાહરણો કે રૂપકોની મદદથી સમજીએ કે , 5g જો સાઇકલથી સ્પોર્ટ્સ કાર પર આપણે આવ્યા તો , 6g એ સ્પોટ્સ કારથી સ્પેસશીપમાં રૂપાંતર ગણાશે .  6g , 5g ની તુલનાએ વધારે સ્માર્ટ અને ફાસ્ટ હશે . 

6G Is Coming: What Will Be The Business Impact?

સરળ ભાષામાં સમજીએ તો 6g નો મતલબ છઠ્ઠી પેઢીની વાયરલેસ ટેક્નોલોજી . આ ટેક્નોલોજીમાં ૧ ટેરાબાઈટ જેટલો ડેટા માત્ર ૧ સેકન્ડમાં ઉપલબ્ધ બનશે . જે 5g ટેક્નોલોજી કરતા ૧૦૦૦ ગણું તાકાતવર હશે. ઉદાહરણ તરીકે , ૩ કલાકની આખી ફિલ્મ સેકંડોમાં ડાઉનલોડ થઇ જશે . 6G ઇન્ટરનેટ 2030ના શરૂઆતી વર્ષોમાં લોન્ચ થવાની શક્યતા છે.  તે 5G કરતા ઘણું ઝડપી હશે, ટેરાબાઇટ્સ પ્રતિ સેકંડ સુધીની ઝડપ અને માઈક્રોસેકંડની લેટન્સી ઓફર કરશે.  તે વધુ ઉપકરણોને સપોર્ટ કરશે, ઉચ્ચ સુરક્ષા અને AI ઇન્ટિગ્રેશન સાથે. 6G સેટેલાઇટ અને WiFi જેવી નોન-સેલ્યુલર કનેક્ટિવિટી પણ ઓફર કરશે, જે ગ્રામીણ વિસ્તારોમાં કવરેજ વધારશે. 6g ની મદદથી ડ્રાઇવરલેસ કારનો ઉપયોગ સરળ બનશે સાથે જ ડોક્ટર્સ સરળતા પૂર્વક રોબોટિક્સની મદદથી સર્જરી કરી શકે છે . 6g ઈન્ટરનેટ ક્રાંતિમાં ચાઇના આગળ ચાલી રહ્યું છે . હાલમાં જ તેણે પોતાના નેશનલ ડેવલપ ગોલ્સ રજૂ કર્યા તેમાં 6g ઈન્ટરનેટનો સમાવેશ થતો હતો . ચાઈનાએ આ દિશામાં સફળતા પૂર્વક અવકાશમાં સેટેલાઇટ મૂકીને પ્રયોગો હાથ ધર્યા હતા જે અંતર્ગત સેટેલાઇટ્સ ૧૦૦ ગીગાબાઈટ્સ જેટલો ડેટા સેકન્ડમાં ટ્રાન્સમિટ કરી શકે છે . આ 6g ઈન્ટરનેટ માટે મોટી ટેક જાયન્ટ કંપનીઓ હુવેઇ અને ઝેડટીઈ મુખ્ય ભૂમિકાઓ ભજવી રહી છે . ચાઇનાની સરકારે એક નેશનલ વર્કિંગ ગ્રુપની સ્થાપના કરી છે જે આ મહત્વના પ્રયોગો માટે ફંડિંગ આપશે. 

Examining the Impact of 6G Telecommunications on Society - IEEE Spectrum

વાત કરીએ અન્ય દેશોની તો યુએસમાં એક નેક્સટજી અલાયન્સ બનાવવામાં આવ્યું છે , જે ૬જી ઈન્ટરનેટના વિકાસ પર જોર આપશે . યુરોપમાં ૬જી માટેના નિયમો આ વર્ષના અંત સુધીમાં નક્કી થઇ જશે ત્યાં ક્વાલ્કોમ , નોકિયા અને એટીએન્ડટી મુખ્ય ભાગ ભજવી રહી છે . જોકે હાલમાં તો પશ્ચિમી દેશો ચાઈના કરતા પાછળ દેખાઈ રહ્યા છે .વાત કરીએ ભારતની તો , ભારતે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૬જી ઇન્ટરનેટમાં ગ્લોબલ લીડર બનવાનું નક્કી કરી લીધું છે. આ ગ્લોબલ લીડર બનવા માટે ભારત સરકાર "ભારત ૬જી પ્રોજેક્ટ" લઇને આવી છે . જે અંતર્ગત ભારતમાં ઘણી કંપનીઓ ૬જી ઈન્ટરનેટના વિકાસ માટે રિસર્ચ કરી રહી છે . ભારતે બીજા દેશો જેમ કે , જાપાન અને ફિનલેન્ડ સાથે ભાગીદારી કરીને આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે . ભારતની સ્થાનિક ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીઓ અને એરટેલ આ ૬જીની રેસમાં ભાગ લેવા તૈયાર થઇ રહ્યા છે. ભારત એઆઈ ક્રાંતિમાં પણ પાછળ નથી. ભારત સરકારે ૧૦,૦૦૦ હજાર કરોડના ભંડોળ સાથે આ મિશન લોન્ચ કર્યું છે . જેમાં ભારતીય કંપનીઓને આપણું સ્થાનિક એઆઈ મોડલ લોન્ચ કરાવવા માટે ગ્રાફિકલ પ્રોસેસિંગ યુનિટ્સ અને ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે .



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.