મમતા બેનર્જીને સુપ્રીમની લપડાક, પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની થશે તૈનાતી


  • Published By :
  • Published Date : 2023-06-20 16:09:45

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી અંગે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.


ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી થશે


સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી અંગે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં આગામી પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને, કલકત્તા હાઈકોર્ટે 48 કલાકની અંદર દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી.


સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો


સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નેએ પ. બંગાળની હાલની પરિસ્થિતિ અંગે પૂછ્યું હતું, ત્યારે આ અંગે પશ્ચિમ બંગાળ સરકારના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે જણાવ્યું હતું કે 13 જૂને રાજ્ય ચૂંટણી પંચ રાજ્ય સરકાર સાથે સુરક્ષાને લઈને મૂલ્યાંકન કરી રહ્યું હતું, પરંતુ 15 જૂને હાઈકોર્ટે 48 કલાકમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું કે 8મી જુલાઈએ ચૂંટણી થવાની છે. આના પર જસ્ટિસ નાગરત્ને જણાવ્યું હતું કે હાઈકોર્ટે આ આદેશ એટલા માટે આપ્યો કારણ કે પ. બંગાળમાં 2013, 2018માં હિંસાનો જૂનો ઈતિહાસ છે. જસ્ટિસ નાગરત્ને કહ્યું કે હિંસાના વાતાવરણમાં ચૂંટણી યોજી શકાય નહીં. જસ્ટિસ નાગરત્ને કહ્યું કે જ્યારે લોકોને ઉમેદવારી પત્ર ભરવાની સ્વતંત્રતા પણ નથી, તેમની હત્યા થઈ રહી છે, તો મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીનો સવાલ જ ઊભો થતો નથી. હિંસાની આવી તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આવો આદેશ આપ્યો હોવો જોઈએ.ચૂંટણી નિષ્પક્ષ અને મુક્ત હોવી જોઈએ.સમગ્ર રાજ્યમાં 189 સંવેદનશીલ બૂથ છે. પશ્ચિમ બંગાળ સરકારે દાવો કર્યો હતો કે અમે સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..