પશ્ચિમ બંગાળની ચર્ચા છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. સંદેશખાલીમાં ભડકેલી હિંસાને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. ભાજપે ટીએમસી પર નિશાન સાધ્યું હતું. પશ્ચિમ બંગાળના સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી અને ટીએમસી નેતા શાહજહા શેખની ધરપકડ કરવામાં આવી છે. શાહજહાં શેખની ધરપકડ 28મી મોડી રાત્રે મિનાખન વિસ્તારથી કરવામાં આવી હતી. શાહજહાંની ધરપકડ કરવામાં આવે તેવા આદેશ કોલકાત્તા હાઈકોર્ટે આપ્યા બતા અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી. કોર્ટ સમક્ષ તેમને રજૂ પણ કરવામાં આવ્યા છે અને મળતી માહિતી અનુસાર તેમના 10 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે. ટીએમસી પાર્ટી દ્વારા પણ શાહજહા શેખ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. છ વર્ષ માટે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે.
પાંચ જાન્યુઆરીએ શાહજહાાં શેખને ત્યાં પહોંચી હતી ઈડી!
બુધવાર મોડી રાત્રે પોલીસે સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખની ધરપકડ કરી લીધી છે. કાર્યવાહીને લઈ ભાજપે તૃણુમુલ કોંગ્રેસને ઘેરી છે. સંદેશખાલીમાં હિંસા પ્રતિદિન વધી રહી હતી અને ત્યાંની પરિસ્થિતિ ખરાબ થતી હતી. ત્યાંની પરિસ્થિતિ કેવી હતી તે આપણે જાણીએ છીએ. મહિલાઓએ આરોપ લગાવ્યો હતો. ઈડીની રેડ પડી ત્યારથી શાહજહાં શેખ ફરાર હતા. શાહજહાં શેખ પહેલી વાર ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે પાંચ જાન્યુઆરીએ ઈડીની ટીમ ત્યાં તપાસ કરવા પહોંચી હતી. અનેક દિવસો બાદ શાહજહા શેખની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવ્યા હતા.
ધરપકડ બાદ મહિલાઓએ કરી ઉજવણી!
શાહજહાં શેખની ધરપકડ બાદ કોર્ટમાં તે પેશ થયા હતા અને તેમની રિમાન્ડ મંજૂર થઈ ગઈ છે તેવી માહિતી સામે આવી રહી છે. શાહજહાની ધરપકડ થયા બાદ મહિલાઓએ ખુશી મનાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. મહત્વનું છે આ ઘટનાને લઈ ભાજપે ટીએમસીને અને મમતા બેનર્જીને ઘેરવાની કોશિશ કરી છે. હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત મમતા સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ શાહજહા શેખની ધરપકડ કરવામાં આવી છે.