પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા' પર પથ્થરમારો થયો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે કે એક કારમાં આવેલા કેટલાક અજ્ઞાત લોકોએ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કારની પાછળના ભાગનો કાચ તુટી ગયો છે. જો કે રાહુલ ગાંધીને કોઈ ઈજા થઈ નથી.
અધીર રંજને TMC પર લગાવ્યો આરોપ
પશ્ચિમ બંગાળ-બિહાર સરહદે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના કાફલા પર હુમલો થયો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ હુમલા માટે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે 'આ હુમલો માલદા જિલ્લાના હરિશ્ચંદ્રપુર વિસ્તારમાં ત્યારે થયો જ્યારે યાત્રા બિહારથી પશ્ચિમ બંગાળમાં બીજી વખત પ્રવેશ કરી રહી હતી. અધીર રંજને કહ્યું કે રાહુલ ગાંધી જે વાહનમાં પ્રવાસ કરી રહ્યા હતા તેની પાછલી બાજુની બારીનો કાચ પથ્થરો મારીને તોડી નાખવામાં આવ્યો છે, આ બાબત અસ્વિકાર્ય છે. '