પશ્વિમ બંગાળમાં મુર્સિંદાબાદ સહિત 19 જિલ્લાઓમાં 696 મતદાન કેન્દ્રો ઉપર ફરીથી મતદાન થઈ રહ્યું છે. શનિવારે આ સીટો ઉપર હિંસા અને મતપેટીને નુકસાન પહોંચાડવામાં આવ્યા બાદ આ સીટો ઉપર ચૂંટણી અમાન્ય જાહેર કરી હતી. આ સીટો ઉપર સોમવારે સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા દરેક બુથ ઉપર રાજ્ય પોલીસ ઉપરાંત કેન્દ્રીય દળોના ચાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
મુર્શિદાબાદમાં સૌથી વધારે 174 બુથ પર મતદાન
પશ્વિમ બંગાળમાં જે જિલ્લાઓમાં ફરીથી મતદાન જાહેર કરવામાં આવ્યું છે એમાં મુર્શિદાબાદમાં સૌથી વધારે 174 બુથ છે. ત્યારબાદ માલદામાં 110 બુથ છે. નદિયામાં 89 મતદાન કેન્દ્ર પર, કૂચ બિહારમાં 53, ઉત્તર 24 પરગણામાં 46, ઉત્તર દિનાજપુરમાં 42, દક્ષિણ 24 પરગણામાં 36, પૂર્વ મેદિનીપુરમાં 31 અને હુગલીમાં 29 મતદાન કેન્દ્રો પર પુન: મતદાન થઈ રહ્યું છે.
કોંગ્રેસ અને ભાજપે કર્યો વિરોધ
કોંગ્રેસની પશ્વિમ બંગાળ એકમના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ રવિવારે આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી તરફથી કેન્દ્રીય દળોને રાજ્યમાં તૈનાત કરવા માટે મોડો આદેશ આપવામાં આવ્યો હતો. આ કારણે જ ટીએમસીને મત લૂંટવામાં મદદ મળી હતી. કોંગ્રસે આરોપ લગાવ્યો છે કે બીજેપી અને ટીએમસી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. ત્યારબાદ મમતા બેનર્જી 2024ની લોકસભા ચૂંટણીમાં એકજુટ થઈ વિપક્ષનો ખેલ બગાડી શકે છે. અધીર રંજને કહ્યું કે મતતા બેનર્જી વિપક્ષી મોર્ચે ગદ્દાર તરીકે કામ કરશે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું કે ભાજપાએ લગભગ 10 હજાર બુથો પર મતદાન કરાવવાની માગ કરી હતી. પરંતું મને જાણવા મળ્યું છે કે લગભગ 600 બુથો પર ફરીથી મતદાન કરાવવામાં આવશે. જે પ્રકારે હિંસા થઈ છે તે ભયાનક છે.