પુણ્ય કમાવા કાળઝાળ ગરમીમાં પશ્ચિમ બંગાળના ધારાસભ્યએ આપ્યા બ્લેન્કેટ! ટીએમસીના ધારાસભ્યએ બ્લેન્કેટ વહેચવા પાછળનું જણાવ્યું આ કારણ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-21 10:53:21

કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હિટવેવને લઈ એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે ઉપરાંત હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચાવ કરવો તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે. તમને લાગતું હશે કે આ સમાચાર દેશમાં વધતી ગરમીને લઈને હશે પરંતુ આ સમાચાર એ નથી. કાળઝાળ ગરમી વચ્ચે પશ્ચિમ બંગાળના ધારાસભ્ય બલેન્કેટનું દાન કરવા નીકળ્યા છે. ગરીબોને ભર ઉનાળે ધારાસભ્ય દ્વારા બ્લેન્કેટ આપવાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  

પશ્ચિમ બંગાળના એક ધારાસભ્યનો ફોટો થયો વાયરલ!  

પુણ્ય કમાવા માટે અનેક વખત નેતાઓ તેમજ ધારાસભ્યો ગરીબોને અનેક વસ્તુઓનું દાન કરતા હોય છે. પરંતુ દાન એવી વસ્તુનું થવું જોઈએ જે ઉપયોગી હોય. સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના એક ધારાસભ્યની તસવીર વાયરલ થઈ રહી છે જેમાં ધારાસભ્ય ભરઉનાળે ગરીબોને બ્લેન્કેટનું દાન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કરીમપુર વિસ્તારનો છે. 


બ્લેન્કેટ આપવાનું ધારાસભ્યએ આ આપ્યું કારણ? 

એક તરફ જ્યારે લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનના પારામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ટીએમસીના ધારાસભ્યને બ્લેન્કેટ દાન કરવાની ઈચ્છા થઈ? આ અંગે પોતાનો ધારાસભ્યે પોતાનો દ્રષ્ટિકોણ સમજાવ્યો હતો. તેમણે કહ્યું કે જેમને નિંદા કરવાની આદત હોય છે તેઓ દરેક વાતમાં વિવાદ શોધે છે. તેમણે તર્ક આપતા કહ્યું કે આવનાર દિવસોમાં ઈદ આવવાની છે. આ પ્રસંગે તેમણે લોકોને કપડાં આપ્યા. આ દરમિયાન કપડાંની સાથે અનેક બ્લેન્કેટ પણ વ્હેચવામાં આવ્યા. વધુમાં તેમણે કહ્યું કે ભલે આ હાલ કામ ન આવે બાદમાં તે બ્લેન્કેટ લોકોને કામમાં આવશે જ, આવું જ વિચારીને ગરમીઓમાં તેમણે બ્લેન્કેટ વ્હેચ્યા છે.  




તસવીર અંગે લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા 

આ તસવીર જ્યારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ત્યારથી આ ફોટા પર અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક લોકો તેમની દૂરગામી વિચારવાની શક્તિને લઈ કમેન્ટ કરતા લખ્યું કે તેમની વિચાર શક્તિ કેટલી દૂરમગામી છે કે ઠંડીમાં કાપતા લોકોનો વિચાર હમણાંથી કરવા લાગ્યા. તો કોઈએ લખ્યું કે તેમને મંકી કેપ અને ફ્રી રૂમ હિટર પણ મળવા જોઈએ. ત્યારે આ ફોટા વિશે તમારું શું માનવું છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?