પશ્ચિમ બંગાળમાં રામ નવમીના દિવસે શરૂ થયેલી હિંસા હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહી. હાવડા અને ઉત્તર દિનાજપુરમાં હિંસા બાદ આજે હુગલીમાં હિંસાનો મામલો સામે આવ્યો છે. હુગલીમાં રામ નવમી થીમ પર આયોજિત શોભાયાત્રા દરમિયાન જોરદાર હિંસા થઈ છે. ભાજપ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
#WATCH | West Bengal: Ruckus and stone pelting erupt during the BJP Shobha yatra in Hooghly pic.twitter.com/fbRdsGRkNT
— ANI (@ANI) April 2, 2023
ભાજપના નેતા દિલીપ ઘોષ પણ જોડાયા હતા
#WATCH | West Bengal: Ruckus and stone pelting erupt during the BJP Shobha yatra in Hooghly pic.twitter.com/fbRdsGRkNT
— ANI (@ANI) April 2, 2023આ શોભાયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે પણ ભાગ લીધો હતો. કાર્યક્રમમાંથી દિલીપ ઘોષની વિદાય બાદ અચાનક જ બંને સંપ્રદાયો વચ્ચે મારામારીની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. શોભાયાત્રા દરમિયાન બે જૂથો સામસામે આવી ગયા હતા. શોભાયાત્રા દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. પથ્થરબાજીથી બચવા માટે કેટલાક લોકો સલામત જગ્યાની શોધમાં દોડતા પણ જોવા મળ્યા હતા. આ સાથે આ દરમિયાન આગચંપી પણ કરવામાં આવી હતી. હિંસાની સ્થિતિને જોતા ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં પણ બંગાળના હાવડામાં રામનવમીના શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.
ભાજપના નેતાના મમતા સરકાર પર પ્રહાર
રાજ્યમાં ફરી આ પ્રકારની ઘટના માટે ભાજપના દિલીપ ઘોષે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, શોભા યાત્રા દરમિયાન મહિલાઓ અને બાળકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હાવડા હિંસા પછી પણ રાજ્ય સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે.