The Kerala Story પર પશ્ચિમ બંગાળ સરકારે લગાવ્યો પ્રતિબંધ, CM મમતા બેનર્જીએ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2023-05-08 19:15:00

પશ્ચિમ બંગાળ સરકારે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મને કેરળ સહિત અનેક રાજ્યોમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મમતા સરકારે પણ રાજ્યમાં કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને અને રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લીધો છે. 


સીએમ મમતા બેનર્જીએ શું કહ્યું? 


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધ કેરાલા સ્ટોરી મામલે ભાજપ અને સીપીઆઈ(એમ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હવે બંગાલ ફાઈલ પર પણ તૈયારી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હું કેરળના મુખ્યમંત્રીને જણાવવા માંગું છું કે તમારી પાર્ટી સીપીઆઈ(એમ) બિજેપીની સાથે કામ કરી રહી છે. અને તે જ પાર્ટી કેરળ ફાઈલ પણ બતાવે છે. તેમણે પહેલા કાશ્મીર અને ત્યાર બાદ હવે કેરળને બદનામ કર્યું છે. 


ફિલ્મ બોક્સ ઓફિસ કરી રહી છે મબલખ કમાણી 


અત્રે ઉલ્લેખનિય છે કે વિવાદો છતાં ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મને ક્રિટિક્સની સાથે લોકોની પણ પ્રશંસા મળી રહી છે. આ  જ કારણ છે કે ફિલ્મએ વિક એન્ડ પર 30 કરોડથી પણ વધુનું કલેક્શન કરી લીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ હજું પણ સારૂં પ્રદર્શન કર



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?