બંગાળના હુગલીમાં રમખાણોની તપાસ માટે પહોંચેલી ટીમને રોકવામાં આવી, પટણા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસે ઠાલવ્યો રોષ


  • Published By :
  • Published Date : 2023-04-09 15:23:59

પટણા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ નરસિમ્હા રેડ્ડીની આગેવાની હેઠળની છ સભ્યોની ટીમ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ગયા અઠવાડિયે થયેલી સાંપ્રદાયિક હિંસાની તપાસ માટે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા પહોંચી હતી પરંતુ પોલીસે તેમને અટકાવી દીધા હતા.


નરસિમ્હા રેડ્ડીએ સરકારની ઝાટકણી કાઢી


નરસિમ્હા રેડ્ડીએ કહ્યું કે અમને રોકવામાં આવ્યા છે અને પોલીસ કહી રહી છે કે આ વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે પરંતુ અહીં કંઈ નથી. આ લોકો ભયભીત છે કારણ કે તેમને પોલ ખુલી જવાનો ડર છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પટણા હાઈકોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશ એલ નરસિમ્હા રેડ્ડીના નેતૃત્વમાં આવેલી એક ટીમને સેરામપુર અને રિશરાના માર્ગમાં કોનનગરની નજીક રોકી દેવા આવ્યા હતા, કેમ કે આ વિસ્તારમાં 144 લાગુ કરવામાં આવી છે. 


આ ટીમ રવિવારે હાવડા જિલ્લાના શિબપુરનો પણ પ્રવાસ કરવાની છે. તે ઉપરાંત તે રામનવમી દરમિયાન આ વિસ્તારોમાં થયેલી હિંસાને લઈ રાજ્યના ગૃહ સચિવ બીપી ગોપાલિકા સાથે મુલાકાતની પણ માગ કરી રહી છે.


સરકાર શું છુપાવી રહી છે?


ફેક્ટ ફાઈન્ડિંગ ટીમના સભ્ય ચારૂ વલી ખન્નાએ કહ્યું, "તે મને રોકી રહ્યા છે અને દીવાલની જેમ ઉભા રહી ગયા છે, સરકાર આખરે શું છુપાવવા માંગે છે? શું રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થા બનાવી રાખવામાં સક્ષમ નથી? અમે ટોળું લઈને જઈ રહ્યા નથી, માત્ર રમખાણ પીડિતોને મળવા માગીએ છીએ.




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..