પિતાએ જે સપનું જોયું તે આખરે પુત્રએ સાકાર કર્યું. ઈંગ્લેન્ડ સામે રાજકોટ ટેસ્ટ મેચમાં ભારત તરફથી ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાને કમાલ કરી દીધો. સરફરાઝ ખાનને જ્યારે ટેસ્ટ કેપ મળી ત્યારે તેના પિતા પણ ત્યાં હાજર હતા. સરફરાઝને જેવી ટેસ્ટ કેપ મળી કે તે દોડીને તેના પિતા પાસે દોડી ગયો અને તેમને ગળે લગાવ્યા હતા, તેના પિતા પણ ભાવુક બની ગયા હતા અને તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. હવે બેટિંગ કરવાનો વારો સરફરાઝનો હતો. રોહિત શર્માના આઉટ થયા બાદ સરફરાઝ ખાન બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો હતો.
#SarfarazKhan debut moment pic.twitter.com/LuEQZAtlBv
— Mohd azim (@mohdazim143) February 15, 2024
તોફાની પચાસ રન ફટકાર્યા
#SarfarazKhan debut moment pic.twitter.com/LuEQZAtlBv
— Mohd azim (@mohdazim143) February 15, 2024જો કે સરફરાઝ ખાન દુર્ભાગ્યપૂર્ણ રહ્યો કે તે રન આઉટ થયો હતો, પરંતુ તે પહેલા તેણે તોફાની પચાસ રન ફટકારીને સ્પષ્ટ કરી દીધું કે હવે તેનો સમય આવી ગયો છે. સરફરાઝે માત્ર 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પુત્રની આ સિદ્ધિ જોઈને સ્ટેડિયમમાં બેઠેલા પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી.
પુત્રના પર્ફોરમન્સથી પિતા સંતૃષ્ટ
તેમના ચહેરા પર જે સ્મિત હતું તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તેમને પુત્રના પર્ફોરમન્સથી સંતૃષ્ટ છે. કારણ કે તેમની આંખો આ દિવસ જોવા માટે તરસતી હતી. સરફરાઝ ખાનના પિતા જ તેના બાળપણના કોચ છે.
પિતા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે
ઉલ્લેખનિય છે કે સરફરાઝ ખાનના પિતા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. તેમનું સપનું ભારત માટે ક્રિકેટ રમવાનું હતું, પરંતુ તે ક્યારેય સાકાર થઈ શક્યું નહીં. આ પછી જ તેમણે નક્કી કર્યું કે તે પોતાના બાળકોને ટીમ ઈન્ડિયા માટે તૈયાર કરશે અને તેમના માટે તેમણે દિવસ-રાત એક કર્યો હતો.