286 દિવસો બાદ આખરે સુનિતા વિલિયમ્સ-બુચ વિલ્મોરની પૃથ્વી પર ઘરવાપસી થઈ ગઈ છે . માત્ર આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ મથકમાં ગયેલા અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની આખરે ઘરવાપસી થઈ છે. અવકાશમાં 9 મહિનાનો લાંબો સમય વિતાવ્યા બાદ, નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા છે. ભારતીય સમય અનુસાર, સવારે 3:27 વાગ્યે, સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ તેમને લઈને મેક્સિકોની ખાડીમાં ઉતર્યું. આના થોડા સમય પછી, હસતાં હસતાં સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાંથી બહાર આવ્યા .

7 મિનિટ સુધી સંપર્ક તૂટયો ને..
ચાર અવકાશયાત્રીઓ મંગળવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી રવાના થયા હતા. જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું. આ સમય દરમિયાન લગભગ 7 મિનિટ સુધી સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં ડ્રેગન અવકાશયાન 19 માર્ચે બપોરે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થયું.. વ્હાઇટ હાઉસે અવકાશયાત્રીઓના પરત ફરવા પર ઇલોન મસ્કની પ્રશંસા કરી છે. મંગળવારે X પર પોસ્ટ કરતાં લખ્યું વચન આપ્યું, વચન પાળ્યું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 9 મહિના સુધી અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓને બચાવવાનું વચન આપ્યું હતું. આજે તેઓ અમેરિકાના સુરક્ષિત રીતે ઉતર્યા છે. એલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભાર!

કેમ 9 મહિના અવકાશમાં રહેવું પડ્યું?
થયું શું હતું તો ....ગયા વર્ષે જૂનમાં, બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને બોઇંગના સ્ટારલાઇનર વિમાનમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) મોકલવામાં આવ્યા હતા. બંનેને ત્યાં ફક્ત ૮ દિવસ રોકાવાનું હતું. બંને અવકાશયાનની સલામતી તપાસવા ગયા હતા. જોકે પ્રોપલ્શન નિષ્ફળતાના પરિણામે મિશન નિષ્ફળ ગયું અને અવકાશયાનને કોઈપણ મુસાફરો વિના પૃથ્વી પર પાછા ફરવું પડ્યું. આ પછી બંને અવકાશમાં ફસાયેલા રહ્યા.
