Weather Update - Gujarat પર હવે માવઠાનો ખતરો? રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ, જાણો તમારા વિસ્તાર માટે કરાઈ છે વરસાદની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-10-19 17:58:23

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે... અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.. આજ માટે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપ્યું છે.. આજ માટે કરેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ. દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપ્યું છે... આગામી બે દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.. 


ક્યાં માટે આપવામાં આવી આગાહી?

આગામી દિવસો માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી. ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. 21 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અડધા ગુજરાત માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે..



ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં વરસી શકે છે વરસાદ 

એન્ટી સાયક્લોનને કારણે વરસાદી ઝાપટા આવી રહ્યા છે..એન્ટી સાયક્લોન બનવાને કારણે વાતાવરણમાં રહેલો ભેજ ત્યાં ખેંચાય છે જેને કારણે વરસાદની શક્યતાઓ વધી જાય છે.. ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદ વરસી શકે છે.. રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.. અરબ સાગરમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે.. 


જગતના તાત પર વરસાદની પડી સૌથી ખરાબ અસર 

એક સમય હતો જ્યારે વરસાદ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા હતા.. પરંતુ હવે સમય એવો આવ્યો છે કે વરસાદ ક્યારે વિદાય લેશે તેનો વિચાર કરાઈ રહ્યો છે.. વધારે વરસાદ પડવાની સૌથી માઠી અસર ખેડૂતોને પડી છે.. ખેતરોમાં રહેલા પાક નિષ્ફળ ગયા છે.. ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.. ખેડૂતોની માગ છે કે સરકાર જલ્દી નુકસાનીનો સર્વે કરાવે અને તેમને સહાય આપે.. ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર સર્વે ક્યારે કરે છે અને ખેડૂતોને સહાય ક્યારે મળે છે..    



આમતો સામાન્ય માણસ મોંઘવારીથી પરેશાન છે પણ મોંઘવારીનો માર તો જાણે મંત્રીઓને જ પડતો હોય એમ સરકારે મંત્રીઓના મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો કર્યો છે . હવે આ મુદ્દે વિપક્ષ જબરજસ્ત વિરોધ કરી રહી છે

અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.