ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે... ગુજરાતમાં શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે.. મોડી રાત્રે તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે.. વહેલી સવારે મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસ જેવું વાતાવરણ રહેતુ હોય છે... મહત્વનું છે કે પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે... મહત્તમ તાપમાન 30થી 35 ડિગ્રીની આસપાસ નોંધાયું છે...
ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16.1 નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 15.2 નોંધાયું છે... તે ઉપરાંત ડીસાનું તાપમાન 16.5 નોંધાયું છે જ્યારે વડોદરાનું તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે... સુરતનું તાપમાન 20.3 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 13.0 ડિગ્રી નોંધાયું છે... દમણનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું છે... દ્વારકાનું તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું છે...
દક્ષિણ ભારતના રાજ્યો પર વાવાઝોડાનો ખતરો
આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.... બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે જેને કારણે તાપમાનનો પારો ગગડ્શે અને ઠંડીનો ચમકારો લાગશે... બેથી ત્રણ ડિગ્રીનો તાપમાનમાં ફેરફાર આવશે... મહત્વનું છે કે ડિસેમ્બર મહિનામાં આના કરતા પણ વધારે ઠંડીનો અહેસાસ થશે.. ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાથી વાવાઝોડું બનશે જેને ફેંગલ નામ આપવામાં આવ્યું છે.. આ વાવાઝોડની અસર સૌથી વધારે દક્ષિણ ભારત પર થવાની છે... દક્ષિણ ભારતના રાજ્યોમાં સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવી છે... તમારે ત્યાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો...