ગઈકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડા પવનના સૂસવાટા વહી રહ્યા છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હમણાં ભલે ઠંડી લાગી રહી છે પરંતુ થોડા દિવસ પહેલા ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે તાપમાનમાં વધારો થવાને કારણે ગરમીનો અનુભવ થતો હતો અને જેને કારણે પંખા ચલાવવાની નોબત આવી ગઈ હતી. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની જાણકારી આપવામાં આવી છે.
આ તારીખથી થશે ગરમીની શરૂઆત!
હાલ રાતના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક બે દિવસ પહેલા તાપમાનમાં વધારો થયો હતો પરંતુ હમણાની પરિસ્થિતિ એવી છે કે ઠંડી શરૂ થઈ ગઈ છે. એવી આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. કડકડતી ઠંડીનો અનુભવ થશે. પરંતુ હવે એવી આગાહી કરવામાં આવી છે કે 15 ફેબ્રુઆરીથી ગરમીનો અહેસાસ થવા લાગશે. 15 ફેબ્રુઆરી બાદ એવો અહેસાસ થશે કે જાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય.
હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
જો તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી આસપાસ, ડીસાનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 12 ડિગ્રી આસપાસ નોંધાયું છે. નલિયાનું તાપમાન 09 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 12 ફેબ્રુઆરી સુધી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થશે. 19થી 22 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ જશે અને તાપમાનમાં વધારો થશે.