રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે ખેડૂતોથી લઈ સામાન્ય માણસો પણ મેઘ મહેરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ દેશની અંદર આવ્યા બાદ ઉત્તર-પશ્ચિમ તરફ ફંટાઈ જવાના કારણે રાજ્યમાં વરસાદ થયો નથી. જો કે હવામાન વિભાગે વરસાદને લઈને હવે લેટેસ્ટ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. હવામાન વિભાગ મુજબ, હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ રહેશે, જો કે ભારે વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. આ ઉપરાંત હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ પ્રમાણે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ કે, કચ્છમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત છે. ત્યાંનું વાતાવરણ શુષ્ક રહેશે. વરસાદને લઈને હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી.
રાજ્યમાં 94.5 ટકા વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં 94.5 ટકા વરસાદ થયો છે. આ ઉપરાંત હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ કે, વરસાદને કારણે કોઇ સિસ્ટમ હાલ સક્રિય નથી. રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી અને હજુ પણ થોડો સમય વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે.