Weather Forecast : રાજ્યના આ ભાગો માટે કરવામાં આવી હિટવેવની આગાહી, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-02 16:46:27

ગુજરાતમાં થોડા દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે... તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે તેવી વાત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસો દરમિયાન રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. આગામી ચાર દિવસમાં અનેક ભાગોનું તાપમાન વધી શકે છે અને ગરમીનો વધારે અનુભવ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે... 

News18 Gujarati


મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી!  

થોડા દિવસોથી ગરમીનો પ્રકોપ આપણે સહન કરવો પડી રહ્યો છે... તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ક્યારનો પહોંચી ગયો છે અને આવનાર દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે... એપ્રિલ મહિનામાં તો કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો ત્યારે મે મહિનામાં પણ ગરમીનો પારો સતત વધશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. હિટવેવની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે..

News18 Gujarati

ક્યાં માટે કરવામાં આવી હિટવેવની આગાહી? 

ગરમી અને હિટવેવ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ માટે પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં સૌથી વધું તાપમાન નોંધાયું હતું.



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

ગુજરાતમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીનું તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું હતું, અમદાવાદનું તાપમાન 41.0, ગાંધીનગરનું 40.2, વડોદરાનું તાપમાન 40.0 ડિગ્રી નોંધાયું હતું. વલસાડનું તાપમાન 37.8 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં આ તાપમાનમાં વધારો થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..   મહત્વનું છે કે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે જેને કારણે રસ્તા સૂમસામ જોવા મળી રહ્યા છે.. હિટવેવની આગાહી થતા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ઘરની બહાર કામ વગર ના નિકળવું.. વધારે પાણી તેમજ લિક્વિડ પદાર્થ લેવા જોઈએ..   



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...