હવામાન નિષ્ણાતોએ જણાવ્યું ઓગસ્ટમાં કેવો પડશે વરસાદ? વરસાદને લઈ Ambalal Patelએ અને Paresh Goswamiએ શું કરી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-31 16:02:19

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અનેક જિલ્લાઓને ધમરોળી નાખ્યું છે. ચોમાસાની પહેલા પણ બિપોરજોય વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ વરસ્યો હતો. જે વખતે પણ પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ એવી છે જ્યાં 100 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. આવનાર મહિનામાં એટલે કે ઓગસ્ટમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. Weather expert Paresh Goswamiની આગાહી મુજબ ઓગસ્ટમાં વરસાદ તો રહેશે પરંતુ ગરમી ઉકળાટ રહેવાની પણ સંભાવનાઓ છે.  

ઓગસ્ટમાં રહેશે વરસાદી માહોલ!

અનેક જિલ્લાઓમાં વરસાદની અતિશયોક્તિ થઈ છે. અષાઢમાં મેઘો અનરાધાર વરસ્યો હતો ત્યારે આવનાર દિવસોમાં પણ વરસાદનું આવું સ્વરૂપ જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી. આગાહી કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આવનાર દિવસોમાં વરસાદ તો રહેશે પરંતુ ગરમી તેમજ બફારાનું પ્રમાણ પણ વધારે રહેશે. તેમણે કહ્યું કે રાજ્યમાં આટલો ભારે વરસાદ પડવા છતાંય ગરમી અનુભવાઈ રહી છે. જેવી ગરમીનો અહેસાસ જૂન મહિનામાં થવો જોઈએ તેવી ગરમીનો અહેસાસ જુલાઈ મહિનામાં થયો છે. આ વર્ષે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તે બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેશરને કારણે થઈ છે. અરબી સમુદ્રમાં કોઈ મોટી સિસ્ટમ નથી બની. 10 ઓગસ્ટ સુધી ગરમી તેમજ ઉકળાટનો અનુભવ સહન કરવો પડી શકે છે.  


અંબાલાલ પટેલે પણ કરી છે વરસાદને લઈ આગાહી 

પરેશ ગોસ્વામી ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. Ambalal Patelના જણાવ્યા અનુસાર 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીમાં એકબાદ એક અલગ અલગ સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને કારણે વરસાદ વરસવાની સંભાવના છે. પવન પણ ફૂંકાઈ શકે છે. 

આ જગ્યાઓ પર થઈ શકે છે મેઘમહેર 

આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે ત્રીજી ઓગસ્ટથી નવમી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. જેમા મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનાં ડાંગ, સુરત, ભરૂચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અનેક વિભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગોમાં, બનાસકાંઠાના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે નવા નીરની આવક થઈ છે અને ડેમો પાણીથી ભરાયેલા દેખાય છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?