ગુજરાતમાં અનેક વખત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ વર્ષે મેઘો મન મૂકીને વરસ્યો છે. ત્યારે ઠંડીને લઈ પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં તીવ્ર ઠંડીનો અનુભવ થઈ શકે છે.
કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા
આ વર્ષે રાજ્યમાં ચોમાસુ ઘણું સારૂ રહ્યું છે, 100 ટકાથી વધારે વરસાદ આ વર્ષે વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પ્રમાણે રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. વરસાદે વિદાય લેતા ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે.
ડિસેમ્બરમાં પડશે કડકડતી ઠંડક
કમોસમી વરસાદને કારણે આ સમયે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસભર ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. ત્યારે આ વર્ષે પડનારી ઠંડીનું મોજું લાંબું ચાલશે. મહત્વનું છે કે ગુજરાતમાં ઉત્તર તરફના સીધા પવનો ફૂંકાય છે ત્યારે કડકડતી ઠંડીનો અહેસાસ થાય છે. ઠંડી પડવાને કારણે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાય છે. આ વખતે ગુજરાતવાસીઓને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે.