વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી! જાણો ક્યારે અને ક્યાં વરસશે વરસાદ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-24 17:18:01

ઉનાળા દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્ચો હતો. તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો હતો તે દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં વરસાદ વરસ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. જે મુજબ 25,26,27, 28 અને 29 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર થરાદ, વાવ, અરવલ્લી, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


અંબાલાલ પટેલે કરી આગાહી!

રાજ્યના અનેક શહેરોમાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 


આ તારીખે વરસી શકે છે વરસાદ!

અંબાલાલ પટેલની આગાહી મુજબ 25,26,27, 28 અને 29 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અરબી સમુદ્રમાં હલચલ થતાં કમોસમી વરસાદ વરસી શકે છે. થરાદ, વાવ, અરવલ્લી, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.  


અનેક શહેરોમાં રહેશે વાદળછાયું વાતાવરણ! 

હવામાન વિભાગ દ્વારા પણ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. પશ્ચિમ દિશા તરફથી પવન વહેવાને કારણે ભેજ વાળું વાતાવરણ રહેશે. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વાતાવરણમાં પલટો આવતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેને કારણે બેથી ચાર ડિગ્રી તાપમાન ઓછું થવાની સંભાવના છે. તે સિવાય માછીમારોને પણ આગામી થોડા દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.     



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...