ગુજરાતમાં આગ વરસાવતી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.. ચોમાસાની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..26 તારીખ સુધી તો ગરમીથી રાહત નહીં મળે તેવી વાત હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે. 26 તારીખ બાદ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી અનુસાર 8થી 14 જૂન સુધી ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે.
અનેક ભાગો માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ
ચોમાસાને લઈ જ્યારે આગાહીની વાત કરવામાં આવે છે ત્યારે બે આગાહી પર ધ્યાન આપવામાં આવે છે. એક છે હવામાન વિભાગની આગાહી અને બીજી આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી...આ વખતની ગરમી ભૂક્કા બોલાવશે તેવી વાત ઘણા સમયથી કરવામાં આવી હતી અને તે વાત સાચી પણ સાબિત થઈ રહી છે.. તાપમાનનો પારો 47 નજીક પહોંચવા આવ્યો છે. અનેક ભાગો માટે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે..
8થી 14 જૂન વચ્ચે રાજ્યમાં બેસશે ચોમાસું - અંબાલાલ કાકા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ થશે.. આપણા રાજ્યમાં 8થી 14 જૂનની વચ્ચે ચોમાસું બેસી શકે છે.. 14 જૂનથી 28 જૂન સુધીમાં વરસાદ આવશે.. 21 તેમજ 22 જૂનમાં આંધી વંટોળ વધારે રહી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.. મહત્વનું છે કે ચોમાસાની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે.. ગરમીથી ક્યારે રાહત મળે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.