વરસાદને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી આગાહી, આ તારીખ બાદ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-18 18:35:15

તાપમાનનો પારો એટલો બધો ઉંચકાયો છે કે વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.. વરસાદ આવે અને ઠંડક પ્રસરે.. આ વખતનું ઉનાળું કપરૂં સાબિત થશે તેવી આગાહી ઘણા સમયથી કરવામાં આવી રહી હતી.. ગરમી ભુક્કા બોલાવશે તેવી વાત હવામાન વિભાગ તેમજ નિષ્ણાત દ્વારા કરવામાં આવી અને વાત સાચી પણ સાબિત થઈ રહી છે. આ બધા વચ્ચે ચોમાસાને લઈ, વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.


21મે બાદ વાતાવરણમાં આવી શકે છે પલટો 

રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો.. ગરમીની આગાહીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. કમોસમી વરસાદ થતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું.. પાકને મોટા પાયે નુકસાન થયું.. ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. ચોમાસાનું આગમન આ વખતે વહેલા થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી.. આવનાર દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેનું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે. તેમણે કહ્યું કે 21 મે બાદ વાતાવરણમાં પલટો આવશે અને ગરમીથી રાહત મળશે.. 


શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?  

અંબાલાલ પટેલે કહ્યું કે આગામી ચાર દિવસો દરમિયાન વાતાવરણ યથાવત રહેશે.. રાજ્યના તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. 45 ડિગ્રી આસપાસ પારો પહોંચવા આવ્યો છે. 47 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તાપમાનનો પારો 21 તારીખ સુધી યથાવત રહી શકે છે અને તે બાદ હવામાનમાં પલટો આવશે.. 4 જૂન બાદ વરસાદ આવી શકે છે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 


વધારે પ્રમાણમાં પીવું જોઈએ પાણી

મહત્વનું છે કે ના માત્ર ગુજરાતનું તાપમાન વધી રહ્યું છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે.. તાપમાનનો પારો પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો હોય તેવું લાગે છે.. ગુજરાતના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. ત્યારે તમે પણ ઘરની બહાર ત્યારે જ નીકળજો જો ખૂબ જરૂરી કામ હોય.. ગરમીથી બચવા માટે પાણી વધારે પીવું જોઈએ, પોતાની બોડીને હાઈડ્રેટેડ રાખવી જોઈએ.   



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...