રાજ્યમાં ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહેલા લોકોની આતુરતાનો આવશે અંત, હવામાન વિભાગે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-02 19:55:56

ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું હજુ કેરળમાં નથી પહોંચ્યું પરંતુ લક્ષ્યદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચ્યું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેઠા પછી 15 દિવસ બાદ મુંબઇ અને દક્ષિણ ગુજરાત થઇને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશતું હોય છે. વાતાવરણમાં થતા ફેરફારને આધારે કેરળમાં ચોમાસુ બેસવાની તારીખ ચાર દિવસ આગળ-પાછળ થઇ શકે છે. 


ગુજરાતમાં 20 જુનની આસપાસ ચોમાસાની સંભાવના 


હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, ચોમાસું લક્ષ્યદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચી ગયું છે. જોકે, ચોમાસું કેરળ ક્યારે પહોંચશે તે અંગે સ્પષ્ટતા થઈ ગયા બાદ આ અંગે આગાહી કરવામાં આવશે. ગુજરાતમાં 20 જુનની આસપાસ ચોમાસું પહોંચવાની સંભાવના અંગે ડૉ. મોહંતીએ જણાવ્યું કે હાલ આ પ્રકારની આગાહી કરવા માટે યોગ્ય સમય નથી, આ અંગે સ્પષ્ટતા મળ્યા બાદ આગાહી કરવામાં આવશે.


અમદાવાદ ઉપરાંત અહીં થશે માવઠું


હવામાન વિભાગે  કેટલાક કારણોના લીધે રાજ્યમાં વરસાદ થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. અમદાવાદમાં સાંજના સમયે વરસાદ થવાની શક્યતાઓ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. અમદાવાદ શહેર ઉપરાંત બોટાદ અને આણંદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


તાપમાન વધવાની સંભાવના નથી


ગુજરાતનું તાપમાન આગામી 5 દિવસમાં વધવાની સંભાવના નથી તેવું પણ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. મોટાભાગે તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી. બે દિવસ સુધી તાપમાનમાં ફેરફારની સંભાવના નથી પરંતુ તે પછી એકાદ ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. 


ચક્રવાતની સંભાવના

 

હવામાન વિભાગે ચક્રવાતની સંભાવના પણ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, હાલની સંભાવનાઓને જોતા 5 જૂને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની શક્યતાઓ છે. જે 7 જૂન સુધીમાં લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે.રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યની ઉત્તર દરિયાઈ પટ્ટી માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં 30-40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?