ઉત્તરભારતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા પણ થઈ રહી છે. જેને કારણે તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. ઉપરાંત કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે અંતર્ગત કાતિલ ઠંડીથી છુટકારો મળશે પરંતુ અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાકમાં ઓછી ઠંડીનો અહેસાસ થશે પરંતુ 21 જાન્યુઆરીની આસપાસ વરસાદ વરસી શકે છે.
હિમવર્ષાને કારણે થતો ઠંડીનો અહેસાસ
દેશના અનેક રાજ્યોમાં ઠંડીએ માજા મૂકી છે. કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે બીજા રાજ્યોમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડો પવન વહી રહ્યો છે. અનેક રાજ્યોમાં શીતલહેરને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ,હરિયાણા જેવો રાજ્યોમાં હાડ થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
અનેક રાજ્યોમાં વરસી શકે છે વરસાદ
ઠંડીની વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદ પ઼ડવાની આગાહી કરી છે. મોસમ વિભાગ અનુસાર 20 જાન્યુઆરીથી પહાડો વાળા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેને પગલે પંજાબમાં 22 જાન્યુઆરી દરમિયાન વરસાદ વરસી શકે છે. દિલ્હી, ચંડીગઢ અને હરિયાણામાં પણ 22 જાન્યુઆરી બાદ સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉત્તરપ્રદેશના પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજસ્થાનમાં કોલ્ડવેવની અનુભૂતિ થવાની છે.