Weather : રાજ્યમાં આજથી વધી શકે છે ઠંડીનું પ્રમાણ, આગામી દિવસો માટે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે વરસાદ....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-09 11:25:30

એક તરફ પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે! થોડા દિવસોથી ઠંડીની જગ્યાએ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. બપોરના સમયે પંખો ચલાવાની ફરજ પડતી હતી જેને કારણે લોકો વિચારતા હતા કે અત્યારથી આ હાલત છે તો ગરમીમાં શું થશે તેવા પ્રશ્નો થઈ રહ્યા હતા. પરંતુ આવનાર દિવસોમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત તાપમાનનો પારો ગગડશે અને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરવા માટે તૈયાર રહેવું પડશે.  



ઠંડીથી મળ્યો હતો આંશિક રાહત પરંતુ.... 

રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી હતી થોડા દિવસોથી પરંતુ આજથી ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીનો  અહેસાસ કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે. પવનની ગતિ હોવાને કારણે ઠંડીનું પ્રમાણ જોવા મળશે. જો તાપમાનની વાત કરીએ તો નલિયામાં તેમજ ડીસામાં તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. 


વરસાદ આવવાની નથી સંભાવના!

આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ  રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. વરસાદની કોઇ શક્યતા નથી. શુક્રવારથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. જે બાદના પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે.14 ફેબ્રુઆરી સુધી વરસાદની સંભાવના નથી. મહત્વનું છે કે અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ થઈ ગયું હોય તેવું લાગે છે. રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેને કારણે લોકો બિમાર પણ વધારે પડી રહ્યા છે. રોગચાળામાં વધારો નોંધાયો છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?