કાળઝાળ ગરમીનો માર ગુજરાતીઓ ઘણા દિવસથી સહન કરી રહ્યા હતા.. તાપમાનનો પારો વધશે તેવી આગાહી કરવામાં આવી પરંતુ તેની વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ જેને કારણે તાપમાનનો પારો ગગડ્યો. કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....
કાળઝાળ ગરમીનો કહેર સહન કરવો પડી રહ્યો છે
દર વર્ષે ઉનાળામાં પડતી ગરમી પોતાનો જ રેકોર્ડ તોડતી હોય તેવું લાગી રહ્યું છે.. દર વર્ષે તાપમાનના પારામાં સતત વધારો થતો જાય છે જેને કારણે ગરમીનો માર સહન કરવો પડે છે... આ વર્ષે પણ કાળઝાળ ગરમીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી ઘણા સમય પહેલા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.. તે આગાહી સાચી સાબિત થઈ રહી છે.. કાળઝાળ ગરમીનો માર સહન આપણે કરવો પડી રહ્યો છે.
આ જગ્યાઓ માટે કરાઈ હીટવેવની આગાહી
ગુજરાતના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. વલસાડ. સુરત, પોરબંદર, ભાવનગર, દ્વારકા તેમજ કચ્છ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 19 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દ્વારકા. ભાવનગર, પોરબંદર, સુરત અને વલસાડ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ માટે હવામાન વિભાગ દ્વારા ગરમીનું ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
રાજ્યમાં શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.4, ગાંધીનગરનું તાપમાન 44.0 ડિગ્રી નોંધાયું જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.1 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું છે. અમરેલીનું તાપમાન 432. ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 44.7 ડિગ્રી નોંધાયું છે.. મહત્વનું છે કે સતત વધી રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ક્યારે આ ગરમીથી છૂટકારો મળે તેની રાહ જોઈ રહ્યા છે.