Weather Analysis : આગામી દિવસોમાં પડશે વરસાદ કે વધશે ઠંડી? જાણો શું કહે છે Ambalal Patelની આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-16 13:59:25

સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે. સ્વેટરમાં લપેટાયેલા લોકો દેખાતા હોય છે. જ્યાં પણ જાય ત્યાં એકસ્ટ્રા સ્વેટર લઈને જાય છે પરંતુ હવે તો લોકો રેઈનકોર્ટ પણ સાથે રાખે છે. રેઈનકોર્ટ એટલા માટે સાથે રાખે છે કારણ કે ગમે ત્યારે વરસાદ વરસી શકે છે. ઋતુ ચક્ર પર એટલી ગંભીર અસર થઈ છે કે સિઝન શિયાળાની હોય પરંતુ માવઠું આવી જાય છે. ત્યારે આગામી દિવસોમાં માવઠું આવશે તેવી સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.      


માવઠાને લઈ શું કહે છે અંબાલાલ કાકાની આગાહી? 

અંબાલાલ કાકાની આગાહી અનુસાર 17મી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આ ઠંડીનો ચમકારો 19મી તારીખ સુધી દેખાશે. પરંતુ 22મી તારીખથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ થશે જેવી સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. કાકાની આગાહી અનુસાર 22 અને 23 ડિસેમ્બરે રાજ્યમાં માવઠાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છ, દ.ગુજરાત અને બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. જ્યારે 25 તારીખ એટલે નાતાલના દિવસે પણ વરસાદની સંભાવના રહેલી છે. તેમના અનુસાર બનાસકાંઠા, કચ્છ, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવશે. 


ક્યાં કેટલો ગગડ્યો તાપમાનનો પારો? 

એક તરફ લોકો ઠંડીની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં તાપમાનના પારામાં વધારો આવી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં કમોસમી વરસાદનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અલગ અલગ શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.7 ડિગ્રી, ગાંધીનગરનું 16 ડિગ્રી, વડોદરાનું 22.2 ડિગ્રી, સુરતનું 21.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત ભાવનગરનું તાપમાન 20.0 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 19.4 નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે શિયાળા પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે પરંતુ કમોસમી વરસાદ તેમની મહેનત પર અને તેમના પાક પર પાણી ફેરવી રહ્યું છે.   



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...