Weather Analysis - Gujarat પર મંડરાતો વાવાઝોડાનો ખતરો,જાણો વરસાદને લઈ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-30 14:54:28

રાજ્યમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે... અનેક જગ્યાઓ પર વરસાદની તીવ્રતા ઘટી છે.. સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યને મેઘરાજા ઘમરોળી રહ્યા હતા... વરસાદનો ખતરો તો ઓછો થયો છે પરંતુ આગામી 48 કલાક રાજ્યમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ડીપ ડિપ્રેશન સર્જાતા વાવાઝોડાનો સંકટ કચ્છ પર આવી ગયો છે. સંભવિત વાવાઝોડાની અસર કચ્છના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. લોકોને સુરક્ષિત સ્થળ પર જતા રહેવા કલેક્ટરે અપીલ કરી છે..  

ક્યાંક અનાધાર તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા 

ગુજરાતમાં રવિવારથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી મહેર કહેર બનીને વરસ્યો છે.  વરસાદે અનેક જિલ્લાઓની હાલત કફોળી બનાવી દીધી હતી. દ્રશ્યો આપણી સામે આવ્યા છે જેમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોને અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરામાં તો સ્થિતિ એટલી ભયંકર છે કે વરસાદી પાણી ઉતરવાના શરૂ થઈ ગયા છે પરંતુ તે પછીની પરિસ્થિતિ કપરી હશે. અનેક જિલ્લામાં રહેતા લોકો વરસાદ ક્યારે ખમૈયા કરે તેની પ્રતિક્ષામાં છે તો અનેક વિસ્તારો એવા છે જ્યાં રહેતા લોકો વરસાદની પ્રતિક્ષા કરી રહ્યા છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે.


અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગે આજ માટે અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે..મોટા ભાગોના વિસ્તારોમાં વરસાદની આગાહી નથી કરવામાં આવી.. આગાહીની વાત કરીએ તો કચ્છ, જામનગર. દેવભૂમિ દ્વારકા, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે મોરબી, રાજકોટ, જૂનાગઢ તેમજ ગીર સોમનાથ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 31મી તારીખની વાત કરીએ તો કચ્છ. જામનગર, દ્વારકા, પોરબંદર તેમજ નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



સપ્ટેમ્બરમાં પણ થશે ઝાપટાનો અનુભવ

હવામાન નિષ્ણાતો અનુસાર સપ્ટેમ્બરમાં પણ વરસાદી ઝાપટા આવવાના શરૂ રહેશે.. પહેલી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય બીજી તારીખે વડોદરા, છોટા ઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ જ્યારે ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ તેમજ દાહોદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્રીજી તારીખે અનેક ભાગો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




પાંચમી તારીખે આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

વિસ્તારોની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ અને નર્મદા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ચોથી તારીખે ભરૂચ અને વડોદરા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય અનેક ભાગો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચમી તારીખે પંચમહાલ, વડોદરા અને ભરૂચ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તમારે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?