રાજ્યમાં થોડા સમયથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... બપોરના સમયે ગરમી લાગતી હતી કે પરંતુ ધીરે ધીરે બપોરના સમયે પવન ફૂંકાય છે જેને કારણે ગરમીનો અહેસાસ ઓછો થઈ રહ્યો છે.. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે.. ગુજરાતમાં ઉત્તરીય પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે...
ક્યાં નોંધાયું કેટલું તાપમાન?
ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે તેની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 18.1 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 17.6 નોંધાયું છે.. સૌથી વધારે ઠંડી વડોદરામાં નોંધાઈ છે... લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે.... સુરતનું તાપમાન 20 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે... મહત્વનું છે કે નવેમ્બરના અંતમાં જેવી પડવી જોઈએ એવી ઠંડી નથી પડી રહી... ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડી પડી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે....
શું કહે છે અંબાલાલ કાકાની આગાહી?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે.... અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ નહીં થાય.. પરંતુ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. મહત્વનું છે કે દક્ષિણ ભારતમાં ફેંગલ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે... આ વાવાઝોડું એટલું શક્તિશાળી નથી જેની અસર સીધી રીતે ગુજરાત પર પડી શકે છે..