રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ ધીરે ધીરે ચોમાસું નબળું પડી ગયું.. ચોમાસાનું આગમન ચાર દિવસ પહેલા થયું હતું જેને કારણે ખેડૂતોમાં આનંદ હતો પરંતુ ચોમાસું આવતાની સાથે જ નબળું પડી ગયું જેને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.. માત્ર થોડા સમયની અંદર ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું નબળું પડી જતા આખા રાજ્યમાં વરસાદ વરસી રહ્યો હોય તેવું બન્યું નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં આવે છે પરંતુ છુટાછવાયા સ્થળો માટે. માત્ર થોડા વિસ્તારો માટે જ વરસાદની આગાહી કરવામાં આવે છે.
આજે આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ
કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા.. વરસાદ આવશે અને ગરમીથી મુક્તિ મળશે. આ વખતે ચોમાસાનું આગમન ધાર્યા કરતા વહેલા થઈ ગયું જેને કારણે લોકોમાં આનંદ હતો. વરસાદની આગાહી તો કરવામાં આવે છે અનેક સ્થળો પર વરસાદ પણ વરસે છે પરંતુ દરેક જગ્યા પર વરસાદ થતો નથી જેને કારણે બફારો વધી જાય છે અને ઉકળાટ વધે છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં આજે વરસાદ વરસી શકે છે.. .
17 તારીખ સુધીનું જાણીલો કેવું રહેશે હવામાન
આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં છુટા છવાયો વરસાદ વરસી શકે છે. 16 તેમજ 17 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.
વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે...
વરસાદના શ્રી ગણેશ થતાં ખેડૂતોમાં આશા જાગી હતી, વાવણી પણ શરૂ કરી દીધી હતી.. આ વખતે સારો વરસાદ આવશે તેવી આશા દર વખતે ખેડૂતો રાખતા હોય છે પરંતુ વરસાદ અનેક વખત દગો કરી દેતો હોય છે ખેડૂતો સાથે.. વરસાદની સિસ્ટમ નબળી પડતા સૌથી વધારે ચિંતા ખેડૂતોને થતી હશે જેમનું જીવન વરસાદના આગમન પર નિર્ભર હોય છે..! 19 તારીખ સુધી તો સારો વરસાદ નહીં આવે, સાર્વત્રિક વરસાદ નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ આવવાની પાછળ અનેક પરિબળો અસર કરતા હોય છે.. વરસાદ ના આવે તો આપણને તો માત્ર ગરમી, બફારો સહન કરવો પડે છે પરંતુ વરસાદ ખેંચાતા જગતના તાતની ચિંતા વધી જતી હોય છે..